સલમાન ખાને જે અભિનેત્રી સાથે કર્યો હતો રોમાંસ હવે તેની પુત્રી સાથે પણ કરશે રોમાંસ, નામ જાણીને ઉડી જશે તમારા હોશ

  • સલમાન ખાન આજની તારિખમા બોલિવૂડના એક એવા એક્ટર બની ગયા છે, જેની ફિલ્મો ભલે આજે કમાલ કરે કે નહીં, પણ તેમનો સ્ટારડમ ખાતરીપૂર્વક કમાલ કરે છે. સલમાન ખાન બોલીવુડના એકમાત્ર અભિનેતા છે જેના સ્ટારડમ પાછળ જ પબ્લિક થિયેટરોમાં પહોંચિ જાય છે. સલમાનની ફિલ્મ રેસ 3 ના ખરાબ રિવ્યુ પછી પણ આ ફિલ્મે માત્ર સલમાનના સ્ટારડમના કારણે 170 કરોડથી વધુની કમાણી કરી છે.
  • સલમાન વિશે એવું પણ કહેવામાં આવે છે કે સલમાનને એ બોલિવૂડ અભિનેતા તરીકે પણ માનવામાં આવે છે જે બોલીવુડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રીઓ પણ લોંચ કરે છે અને જે કોઇ પણ અભિનેત્રિ સલમાન સાથે ડેબ્યુ કરે છે તેનું ભાગ્ય ખુલી જાય એ તો ખાતરી છે. આના અનેક ઉદાહરણો આપણી સમક્ષ આવી ચૂક્યા છે. અત્યાર સુધી સલમાને બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓને લોંચ કરી છે, જે આજે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે.તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કેટરિના કૈફ, જેણે હિન્દી પણ બરાબર બોલતા નહોતી આવડતી, આજે તે બોલિવૂડની એક પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ છે.
  • ત્યાજ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી ભાગ્યશ્રીની પુત્રીની તસવીરો વાયરલ થઈ રહી છે. હા, ફિલ્મ મૈંને પ્યાર કિયા તમને યાદ જ હશે જે સલમાન અને અભિનેત્રી ભાગ્યશ્રી બંનેની પહેલી ફિલ્મ હતી અને ભાગ્યશ્રીનું નસીબ આ ફિલ્મથી ચમક્યું. આ ફિલ્મ તેમની પ્રથમ ફિલ્મ હતી, જેના કારણે તેમને એવોર્ડ પણ અપાયો હતો, પરંતુ ભાગ્યશ્રી આ ફિલ્મ પછી બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ હતી જ્યારે સલમાન બોલિવૂડનો સુપરસ્ટાર બની ગયો હતો.
  • ભાગ્યશ્રીને આ ફિલ્મમાં જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા, કારણ કે ભાગ્યશ્રીની સુંદરતાની સામે ઘણી અભિનેત્રીઓનો ચહેરો ઉડી ગયા હતા. ભાગ્યશ્રીની સુંદરતા જોયા પછી, દરેક લોકો તેના પ્રેમમાં પાગલ થઈ ગયા હતા. મૈંને પ્યાર કિયા ફિલ્મ પછી ભાગ્યશ્રી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી, પરંતુ તેનુ ભાગ્ય ત્યાં જ સમાપ્ત થઈ ગયુ હતુ અને તે હવે બોલિવૂડથી દૂર થઇ ગઇ છે, ત્યારબાદ હવે તેની પુત્રી તેની જેમ પ્રહાર કરવા તૈયાર છે.
  • તમને જણાવી દઈએ કે, અભિનેત્રી ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા 22 વર્ષની છે, જેણે લંડનથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. અવંતિકા પણ સ્ટાર કિડ્સની જેમ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે, અને દેખાવમા પણ તેની માતાની જેમ ખૂબ જ સુંદર છે. અવંતિકાને જોતા જ એવુ લાગે છે કે ભાગ્યશ્રી પાછી ફરી છે. જણાવી દહિયે કે ભાગ્યશ્રીની પુત્રી પણ તેની માતાની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવવા માંગે છે.
  • હવે સમાચાર આવી રહ્યા છે કે સલમાનની મૈંને પ્યાર કિયા ની અભિનેત્રી ભાગ્યશ્રીએ સલમાન સાથે વાત કરી છે પણ પોતાની જાત માટે નહીં પરંતુ તેમની પુત્રી માટે વાત કરી છે કે તે તેની પુત્રી અવંતિકાને લોન્ચ કરે કારણ કે સલમાન જે પણ અભિનેત્રી લોંચ કરે છે તેનુ ભાગ્ય ખુલલી જાય છે અને તે સુપરસ્ટાર બની જાય છે. અમે એ જ આશા રાખીએ છીએ કે અવંતિકા તેની માતાના અધૂરા સ્વપ્નને પૂર્ણ કરી શકે.

Post a Comment

0 Comments