માં લક્ષ્મીના આશીર્વાદ જોઈએ છે તો સતત ત્રણ શુક્રવારે કરો આ કામ થશે પૈસાનો વરસાદ

  • માતા લક્ષ્મીને સંપત્તિની દેવી કહેવામાં આવે છે તેથી માનવામાં આવે છે કે તેમની પૂજા-અર્ચનાથી ગરિબી દૂર થાય છે અને સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.વિશેષ માતા લક્ષ્મીની ઉપાસના ખાસ કરીને શુક્રવારે મા લક્ષ્મીની પૂજા ખાસ ફળદાયી છે. શુક્રવારે મા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. ખરેખર હિન્દુ ધર્મમાં, અઠવાડિયાના તમામ સાત દિવસ જુદા જુદા દેવિ દેવતાઓને સમર્પિત હોય છે. જ્યારે મંગળવારે હનુમાનજી ભગવાન અને બુધવારે ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ત્યારે શુક્રવારે દેવી લક્ષ્મીની સ્તુતી કરવામાં આવે છે. જો તમે પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હો તો તમારે શુક્રવારે દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરવી જોઈએ. આ માટે શાસ્ત્રોમાં કેટલીક વિશેષ પદ્ધતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના દ્વારા માતા લક્ષ્મીને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. આજે અમે તમને તે જ વિધિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
  • શુક્રવારે આ રીતે કરો મા લક્ષ્મીની પૂજા
  • શુક્રવારે સૂર્યોદય પહેલાં જાગવું અને નહાવાના ધોવાની દૈનિક વિધિ પુરી થયા પછી લક્ષ્મી દેવીની ઉપાસના શરૂ કરો. આ માટે પૂજા ગૃહમાં લક્ષ્મીજીની મૂર્તિની સામે, ઘીનો દીવો પ્રગટાવીને બેસો અને 108 વાર લક્ષ્મી મંત્ર ॐ શ્રી શ્રીયે નમ:નો જાપ કરો. ધ્યાનમાં રાખો કે લક્ષ્મી મંત્રનો જાપ કરતી વખતે તમારું ધ્યાન પૂજા ઉપર કેન્દ્રિત હોવું જોઈએ અને તમારે આ મંત્રનો જાપ 108 વખત પૂરા શ્રદ્ધા સાથે કરવો જોઈએ.
  • મંત્રના જાપ પછી દેવી લક્ષ્મીને મિશ્રી અને ખીરનો ભોગ લગાવવો જોઈએ. આ પછી, સાત વર્ષથી ઓછી વયની છોકરીઓને ઘરે બોલાવીને જમાડવી. ભોજનની સાથોસાથ માતા લક્ષ્મીને અર્પણ કરેલા મિશ્રી અને ખીરનો પ્રસાદ પણ આપો. આ રીતે, પૂર્ણ વિધિથી સતત ત્રણ શુક્રવાર દેવી લક્ષ્મીની પૂજા કરો. આ કરવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી ગરીબી દૂર થાય છે.
  • દર શુક્રવારે આ રીતે પ્રગટાવો દીવડો
  • બીજી શાસ્ત્રીય પદ્ધતિ પણ છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે દર શુક્રવારે સાંજે ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં દીવો કરવો જોઈએ. ધ્યાનમાં રાખો કે આ દીવો કરવા માટે તેલને બદલે ગાયના ઘી અને કપાસની વાટની જગ્યાએ લાલ રંગના સુતરાઉ દોરાનો ઉપયોગ કરો. આ સિવાય ઘીમાં થોડુ કેસર ઉમેરવાનુ છે. આ રીતે દર શુક્રવારે આ દીવડાઓ પ્રગટાવો તેનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ઘરના આર્થિક સંકટ સમાપ્ત થાય છે.
  • તિજોરીમાં રાખો આવી પોટલી
  • દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે, તમે શુક્રવારે એક બીજો ઉપાય પણ કરી શકો છો. આ માટે તમારે તમારા ઘરના લોકરમાં પીળા રંગની પોટલી રાખવાની છે, જેમાં પાંચ પીળી કોડી, થોડૂ કેસર અને ચાંદીનો સિક્કો રાખિને બાંધી દેવાનુ છે. શુક્રવારે માતા લક્ષ્મીની કૃપાથી આ કરવાથી પૈસાની સમસ્યા દૂર થાય છે.આ ઉપરાંત શુક્રવારે ગરીબોને ભોજન કરાવવાથી પણ દેવી લક્ષ્મી ખુશ થાય છે. શુક્રવારે, તમે કોઈ ગરીબ વ્યક્તિને સફેદ વસ્તુનું દાન પણ કરી શકો છો, આથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

Post a Comment

0 Comments