90 ના દાયકાની આ અભિનેત્રીઓ વધતી ઉમર માં પેલા કરતાં પણ લાગી રહી છે વધારે સુંદર, ત્રીજી તો છે હુરની પરી

 • બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ક્યારેય કશું સરખુ હોતું નથી. સમય જતાં બધું બદલાય જાઈ છે. પછી ભલે તે ટેકનોલોજી હોય કે કોઈ સુપરસ્ટારનો સ્ટારડમ આવી સ્થિતિમાં બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે જેનો દેખાવ સમય જતાં બદલાતો રહે છે. 90 ના દાયકામાં આવી ઘણી સુંદર અભિનેત્રીઓ હતી જેમણે બોલીવુડમાં એક મોટી સ્ક્રીન લીધી હતી. તેની સુંદરતા અને તેના તેજસ્વી અભિનયથી તેમણે દર્શકોને દિવાના બનાવ્યા હતા. જો કે ઘણી અભિનેત્રીઓ લાઇમલાઇટથી ઘણી દૂર છે અને ઘણી હજી પણ તેમનો અભિનય ફેલાવી રહી છે.
 • એવું કહેવામાં આવે છે કે ઉંમરની સાથે વ્યક્તિ વૃદ્ધ થવા માંડે છે અને સુંદરતા માં પણ બદલાવ જોવા મળે છે. પણ આપણા 90 ના દાયકાની આ હિરોઇનો જુદી છે. જે ઉંમર વધવાને કારણે તે વધારે સુંદર દેખાવા લાગી છે. આજે અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું કે જેઓ વધતી ઉંમરને કારણે કોઈ પણ ફેરફાર થયો નથી અને તે પેલા કરતાં વધુ સુંદર થઈ ગઈ છે.
 • એશ્વર્યા રાય બચ્ચન
 • વર્ષ 1994 માં એશ્વર્યા રાયે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. પછી 1997 માં તેણે તમિલ ફિલ્મ ઇરુઅર થી સિનેમાની દુનિયામાં ધૂમ મચાવી હતી. બસ ત્યારથી એશે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે તેની ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી. જોકે હાલમાં એશ્વર્યા તેની પ્રથમ ગર્ભાવસ્થા પછી થોડો સમય બોલિવૂડથી દૂર રહી હતી. તે સમયે તેનું વજન પણ થોડું વધ્યું હતું. પરંતુ બાદમાં એશ્વર્યાએ વજન ઘટાડીને નવા લુક સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તમે જોઈ શકો છો કે નવા લુકમાં એશ્વર્યા કેટલી હોટ અને સુંદર લાગી રહી છે.
 • કાજોલ
 • કાજોલ 90 ના દાયકાની હિટ અભિનેત્રીઓમાંની એક રહી છે. કાજોલ તે અભિનેત્રીઓમાંની એક હતી જેમના પોસ્ટરો ખૂબ વેચાયા હતા. 1992 માં તેણે તેની કારકીર્દિ ની શરૂઆત ફિલ્મ બેખુડીથી શરૂ કરી હતી. જોકે તે સમયે કાજોલ બોલિવૂડમાં પગ મૂક્યો હતો ત્યારે તેના દેખાવ અને રંગ રૂપ ને કારણે તેને ઘણી સમીક્ષાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે તેની તસવીર પર નજર નાખો તો કાજોલ પહેલા કરતા વધારે સુંદર લાગી રહી છે.
 • માધુરી દીક્ષિત
 • માધુરી દીક્ષિત એટલે ધક ધક ગર્લ એક સફળ અભિનેત્રી રહી છે. તેના ચાહકોની સંખ્યા હજી કરોડોમાં છે. માધુરીએ ફિલ્મ અબોધ સાથે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તેણે ફિલ્મ તેઝાબ (1988) સાથે હેડલાઇન્સ માં આવી ગઈ હતી. માધુરી એક ખૂબ જ ડિમાન્ડ વાળી અભિનેત્રી હતી. આજે તે 53 વર્ષની છે પરંતુ તેની ફિટનેસને કારણે તે ખૂબ જ જુવાન લાગે છે. જો કે તે સમયે માધુરી દીક્ષિત ખૂબસુરત હતી અને આજે પણ તે એકદમ સુંદર લાગી રહી છે.
 • રવિના ટંડન
 • રવિનાએ 90 ના દાયકામાં લાખો લોકોને તેની સુંદરતાથી ઘાયલ બનાવ્યા હતા. તેની કારકિર્દીમાં તેમણે ઘણી ઉત્કૃષ્ટ ફિલ્મો કરી. વર્ષ 1992 માં રવિનાએ પત્થર ફૂલ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. જો આપણે આજની રવિના વિશે વાત કરીએ તો રવીના અત્યારે ખૂબ જ યુવાન અને સુંદર લાગે છે. તેની સુંદરતા જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજ લગાવી શકશે નહીં.
 • જુહી ચાવલા
 • જુહી ચાવલાએ તેની બોલવાની શૈલીથી લોકોને દિવાના બનાવ્યા છે. માત્ર હિન્દી જ નહીં જૂહીએ બંગાળી, પંજાબી, મલયાલમ, તામિલ, કન્નડ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જુહીનો અભિનય શાનદાર હતો. આજે તે 52 વર્ષની છે અને ખૂબ જ ફીટ અને સુંદર લાગે છે.

Post a Comment

0 Comments