રિયા ચક્રવર્તીથી પહેલા આ 7 અક્ટ્રેસ પણ ખાઈ ચૂક્યું છે જેલની હવા, જાણો ક્યાં કેસોમાં મળી સજા

 • બોલિવૂડની અભિનેત્રીઓ વિશે વાત કરવામાં આવે તો તે હંમેશાં કોઈકને કોઈ બાબતે સમાચારો અને હેડલાઇન્સનો વિષય બની રહે છે. તાજેતરમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલીક એવી જ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે જેલની હવા ખાધેલી છે.
 • મોનિકા બેદી
 • અભિનેત્રી મોનિકા બેદીએ પણ એક વાર જેલની હવા ખાધી હતી. તેના પર ગેંગસ્ટર અબુ સાલેમ સાથે સંબંધ હોવાનો આરોપ હતો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. 2002 માં અભિનેત્રી મોનિકાને અબુ સાલેમની સાથે પોર્ટુગલથી ધરપકડ કરવામાં આવી હતી. બનાવટી દસ્તાવેજોના દોષી સાબિત થવા બદલ તેને 4 વર્ષની સજા ફટકારી હતી.
 • સોનાલી બેન્ડ્રે
 • એક્ટ્રેસ સોનલ બેન્દ્રે 1998 માં એક કેસમાં ફસાઇ હતી. ખરેખર,તેમના પર વિપત્તીજનક ચિત્રોને બનાવવાના કારણે કેસ કરવામા આવ્યો હતો. તમને જણાવી દઇએ કે એક મેગેઝિનના કવરના ફોટોશૂટ માટે અભિનેત્રીએ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે નાના પીળા કુર્તામાં જોવા મળી હતી. પરંતુ તે કુર્તામાં,ॐ ના બે પ્રતીકો હતા, જેના કારણે તેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકાયો હતો.
 • અલકા કૌશલ
 • અભિનેત્રી અલકા કૌશલ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી રહી છે. સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં અલકા કરીનાની માતા કેઓનો રોલ કરતી જોવા મળી હતી. અને તેને કંગના રાનૌતની સાથે ફિલ્મ ક્વીનમાં પણ તે તેની માતાની ભૂમિકામાં જોવા મળી હતી. અલકા પર 50 લાખના ચેક બાઉન્સનો આરોપ હતો, જેના કારણે તેને બે વર્ષની સજા ફટકારી હતી
 • પાયલ રોહતગી
 • અભિનેત્રી પાયલ રોહતગી તેની સ્પષ્ટ વાતો માટે જાણીતી છે. તે ઘણીવાર તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ જેવા કે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પોતાના મંતવ્યો રજૂ કરતી જોવા મળે છે. તેમણે આવી જ એક બાબતમાં ગાંધી અને નહેરુના પરિવારો પર અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે તેમને એહમદાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી.જો કે તે ટૂંક સમયમાં જ જામીન પર બહાર આવી હતી.
 • મમતા કુલકર્ણી
 • અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના પતિ વિકીની ડ્રગ્સ રેકેટ ચલાવવા બદલ 1997માં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી લગભગ 5 વર્ષની સજા ભોગવ્યા બાદ તે નિર્દોષ છુટી ગયા હતા. જે પછી તેને ફરીથી 2016 માં ડ્રગની દાણચોરીમાં નામ મળી આવ્યુ હતૂં. આને કારણે તેને અને તેના પતિને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા અને આજે પણ તેઓ ગૂમ છે.
 • શ્વેતા બાસુ
 • અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદ એક સમયે ફિલ્મ મકડી તેની જોરદાર અભિનય માટે ચર્ચામાં હતી. પરંતુ અચાનક તે ગુમનામ થઇ ગઈ અને વર્ષ 2014 માં તેનું નામ ફરીથી મીડિયામાં આવ્યું, જેમાં તે સેક્સ રેકેટને કારણે પકડાઇ હતી. કામ ન મળવાને કારણે તેણે આ વેશ્યાવૃત્તિમાં આવી ગઇ હતી એવુ તેમણે જણાવ્યુ હતુ પરંતુ તે પછી તેને સુધારણા ગ્રુહ મોકલી દેવામાં આવી હતી જ્યાંથી તે હવે સામાન્ય જીંદગી જીવી રહીં છે.
 • પ્રેરણા અરોરા
 • અભિનેત્રી પ્રેર્ના અભિનેત્રીની સાથે સાથે પ્રખ્યાત પ્રોડ્યુસર પણ રહી ચૂકી છે. તેમના કરિયરમાં 'પેડમેન' અને 'ટોઇલેટ-એક પ્રેમ કથા', અને 'રુસ્તમ' જેવી મોટી ફિલ્મોના નિર્માણનું બિરુદ છે. પરંતુ એક વખત તેમને કરોડો રૂપિયાની છેતરપિંડીના કારણે તેને 8 મહિના સુધી જેલની સજા ભોગવી હતીં.

Post a Comment

0 Comments