ભૂલથી પણ અન્ય લોકોને આ 6 વસ્તુઓ નહીં આપવી ઉધાર, આ વસ્તુઓ ઉધાર આપવાથી આવે છે ગરીબી

  • વાસ્તુ શાસ્ત્ર ખૂબ મોટુ છે અને તેમાં ઘણી વસ્તુઓ વર્ણવવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ વાસ્તુને લગતા નિયમોનું પાલન કરે છે તેના ઘરમાં ખુશી હોય છે, જ્યારે જ્યાં તેને ધ્યાનમાં લેવામાં આવતી નથી, ત્યાં દુ:ખ આવવામાં વિલંબ થતો નથી. કેટલીકવાર વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર એકબીજા સાથે જોડાયેલા હોય છે. જો આપણે જ્યોતિષ શાસ્ત્રમાં માનીએ તો; દરેક વ્યક્તિ બધી જ ચિજમાં પોતાની અલગ સકારત્મક કે નકારાત્મક ઉર્જા હોય છે. આજ વાત અંગે વાસ્તુ કહે છે કે જો તમે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી કઇક વિશેષ વસ્તુઓની આપ-લે કરો તો તેની નકારાત્મક ઉર્જા પણ તમારામાં આવી શકે છે. આને કારણે, તમારી કમનસીબી શરૂ થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને, આજે અમે તમને આવી વસ્તુઓના નામ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે અન્ય લોકોને ઉધાર આપવાનું ટાળવું જોઈએ.
  • ડુંગળી લસણ
  • જો તમે વાસ્તુમાં વિશ્વાસ કરો છો, તો પછી સાંજના સમયે તમારે ઘરની બહારના વ્યક્તિને ડુંગળી અને લસણ જેવી ચીજો આપવાનું ટાળવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. આ કરવાથી ઘરની બરકત ઓછી થાય છે, જેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડે છે. તેથી જો તમારે તેને ઉધાર દેવુ પડે તો પણ તે દિવસ દરમિયાન જ આપો.
  • રૂમાલ
  • કેટલાક લોકોને ટેવ હોય છે કે અન્યનો રૂમાલ વાપરે છે. આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે તો હાનિકારક સાબિત થઈ જ શકે છે, પરંતુ વાસ્તુ મુજબ તમને પૈસાની ખોટ પણ સહન કરવી પડી શકે છે. તેથી, તમારો રૂમાલ કોઈને ન આપો અથવા બીજાને ન લો.
  • પૈસા
  • પૈસા તે એવી વસ્તુ છે જે મોટાભાગના લોકો પાસેથી ઉધાર લેવામાં આવે છે. કોઈ જરૂરિયાતમંદને પૈસા આપીને મદદ કરવામાં કંઈ ખોટું નથી. જો કે, વાસ્તુ મુજબ તમારે સૂર્યાસ્ત પછી કોઈને પણ પૈસા ઉધાર ન આપવા જોઈએ. આ કરવાથી, ધનની દેવી લક્ષ્મી તમારાથી રીસાઇ શકે છે.
  • જ્વેલરી
  • મહિલાઓ મોટે ભાગે એકબીજા પાસેથી જ્વેલરી ઉધાર માંગીને પહેરે છે. ખાસ કરીને જ્યારે તેમને તેમના ડ્રેસ સાથે મેળ ખાય તેની જરૂર હોય. વાસ્તુ અનુસાર તમે ઘરેણાં ઉધાર લયને પહેરવાથી તમારા પર ગ્રહોની ખરાબ અસર પળી શકે છે. તેથી, તમારે આ કરવાનું ટાળવું જોઈએ.
  • પેન
  • પેન જેવી વસ્તુઓ લોકો ઘણીવાર સાથે રાખવાનું ભૂલી જાય છે. આ સ્થિતિમાં, તેઓ બીજાની પાસેથી માંગે છે. હવે પેન માંગવામાં તો કોઈ નુકસાન નથી, પરંતુ જો તમે ઉધાર લેવાયેલી પેન પરત નહીં કરતા, તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુ કહે છે કે માંગીને લિધેલી પેન પરત નહીં કરવાને કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
  • ઘડિયાળ
  • આપણે હંમેશાં પોતાની જ ઘડિયાળ પહેરવી જોઈએ. ક્યારેય પણ બીજાની ઘડિયાળ માંગીને ન પહેરો. તેનું કારણ એ છે કે વાસ્તુ મુજબ ઘડિયાળ એ દરેક વ્યક્તિના સારા કે ખરાબ સમયનું પ્રતીક છે. બીજા પાસેથી માંગીને પહેરવાથી તેમની સકારાત્મક કે નકારાત્મક ઉર્જા આપણામાં આવી શકે છે. તેથી તેમાંથી થતુ ખરાબ નસીબનું જોખમ ન લો.

Post a Comment

0 Comments