આ છે બોલિવૂડના 6 સૌથી લોકપ્રિય કપલ જેમની સગાઈ થઈ પણ લગ્ન કરી શક્યા નહીં

 • ઘણી વાર આપણે ફિલ્મોમાં બે લોકોને જોઈને એવું ઇચ્છા હોય છીએ કે જો આ બંને વાસ્તવિક જીવનમાં પણ સાથે હોત તો વાત કઈક અલગ જ હોત. જો કે ઘણી વખત રીલ લાઇફ કપલ્સ પણ વાસ્તવિક જીવનનાં યુગલો બની જાય છે અને ડેટિંગ કરે છે અને પછી સગાઈ સુધી પણ પહોંચે જાઈ છે. પરંતુ પાછળથી તેમને ધીમે ધીમે ખ્યાલ આવવાનું શરૂ થાય છે કે તેઓ એકબીજા માટે યોગ્ય મેચ નથી તેથી તેઓ સગાઈ તોડે છે અને તેમના જીવનમાં આગળ વધે છે. આજે અમે તમને બોલિવૂડના 6 સૌથી લોક પ્રિય કપલ સ્ટાર્સ વિશે જણાવા જઈ રહ્યાં છીએ જેનો પ્રેમ સગાઈ સુધી પહોંચી ગયો અને અધૂરો રહી ગયો હોઈ.
 • કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન
 • વર્ષ 2002 માં અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા હતા તેથી બંનેની સગાઈ થઈ અને અમિતાભ બચ્ચનના જન્મદિવસના વિશેષ પ્રસંગે આ ક્ષણને યાદગાર બનાવી દીધી. જો કે તેમની સગાઈ પછીના વર્ષે તુટી પણ ગઈ. જે પછી મીડિયામાં તેમના છૂટા પડવાના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા હતા. છેવટે તેમના સંબંધો કેમ તૂટી ગયા તે કોઈને જાણ થઈ શકી નથી.
 • રવિના ટંડન અને અક્ષય કુમાર
 • ફિલ્મ મોહરા થી રવીના ટંડન અને અક્ષય કુમારે પણ રીઅલ લાઈફમાં એક બીજાને પોતાનું દિલ આપ્યું હતું. અહેવાલો અનુસાર આ દંપતીએ મંદિરમાં સગાઈ પણ કરી હતી. રવિનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે અક્ષય તે દિવસોમાં ઘણી ફિલ્મોમાં કામ કરતો હતો આવી સ્થિતિમાં તેને ડર હતો કે સગાઈની વાત બહાર આવવાથી તેની ફેન ફોલોઅગ ઓછી ના થઈ જાઈ. તેથી તેણે સંબંધને ગુપ્ત રાખ્યો હતો. પરંતુ ફિલ્મ પ્લેયર ઓફ ધ પ્લેયર સુધી પહોંચતાં જ તેમના સંબંધોમાં અણબનાવ આવ્યો અને આખરે બંને એક બીજાથી અલગ થઈ ગયા.
 • સંગીતા બિજલાની અને સલમાન ખાન
 • બોલિવૂડના દબંગ ખાન ઉર્ફે સલમાન ખાનની અફેર્સની સૂચિ ઘણી લાંબી છે. પરંતુ એક એવી અભિનેત્રી પણ છે કે જેની સાથે તેના સંબંધ સગાઈ સુધી પહોંચી ગયા હતા. જી હા તે બીજું કોઈ નહીં પણ સલમાન સાથેની સગાઈ અને લગ્નના સપના સજાવનારી સંગીતા બિજલાની હતી. જોકે લગ્નની તારીખની પુષ્ટિ થઈ ગઈ હતી અને કાર્ડ્સ પણ વહેંચવામાં આવ્યા હતા પરંતુ તે પછી બંનેએ અચાનક લગ્ન તોડવાનું નક્કી કર્યું હતું. તેમના લગ્નજીવન તૂટી જવાનું હજી એક રહસ્ય છે.
 • ગૌહર ખાન અને સાજીદ ખાન
 • વર્ષ 2003 માં ગૌહર ખાન અને સાજિદ ખાન એક બીજાને ડેટ કરી રહ્યા હતા અને તેમની સગાઈ પણ થઈ ગઈ હતી. પરંતુ તે પછી પણ બંને વચ્ચે કેટલીક ગેરસમજો આવી હતી અને તેમના લગ્નજીવન તૂટી ગયા હતાં. સાજિદે આ વિશે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેણે કોઈની સાથે સગાઈ કરી હતી પરંતુ તે લોકો અલગ થઈ ગયા હતા.
 • ગુરપ્રીત ગિલ અને વિવેક ઓબેરોય
 • ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા વિવેક ઓબેરોય ની સગાઈ મોડલ ગુરપ્રીત સાથે થઈ હતી. પરંતુ બાદમાં તે શૂટિંગમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે બંને વચ્ચેના સંબંધમાં તિરાડ પડી ગઈ અને આખરે તેમના સંબંધો તૂટી ગયા. જ્યારે ગુરપ્રીત ગિલને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે લગ્નને કારણે તે ક્યારેય તેના નૈતિક મૂલ્યો સાથે સમાધાન કરી શકતી નથી તેથી તેણે વિવેકને છોડવાનું પસંદ કર્યું હતું.
 • બરખા બિષ્ટ અને કરણસિંહ ગ્રોવર
 • સિરિયલ દિલ મિલ ગયે થી ખ્યાતિ મેળવનાર કરણ સિંહ ગ્રોવર પહેલીવાર બરખા બિષ્ટ સાથે સગાઈ કરી રહ્યો હતો. બંનેએ તેમના શોના શૂટિંગ દરમિયાન એકબીજાને દિલ આપ્યું હતું. તેઓ વર્ષ 2004 માં સગાઈ પણ કરી લીધી હતી પરંતુ બે વર્ષ બાદ કેટલાક કારણોસર તેમના સંબંધ તૂટી ગયા.

Post a Comment

0 Comments