કહો ના પ્યાર હૈ ફેમ અમિષા પટેલ 44 વર્ષએ પણ છે કુંવારી તેના પિતા પર પણ લગાવ્યા હતા ગંભીર આરોપ જાણો કેમ

  • બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલે કારકિર્દીની શરૂઆત હૃતિક રોશનની ફિલ્મ કહો ના પ્યાર હૈ થી કરી હતી. આ ફિલ્મ દર્શકોને એટલી પસંદ આવી હતી કે તે પહેલી ફિલ્મમાં જ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. 9 જૂન 1976 માં મુંબઇમાં જન્મેલી અમીષા પટેલની સનો દેવોલ સાથે ની ફિલ્મ ગદર પણ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી ગઈ હતી. આ બંને મહાન ફિલ્મો પછી એવું લાગી રહ્યું હતું કે હવે તેની કારકિર્દી સૌથી લાંબી અને સફળ બનવાની છે. પરંતુ બાદમાં એક પછી એક ફ્લોપ ફિલ્મોએ તેને સહાયક અભિનેત્રી બનાવિને રાખી દીધી. તે તેના ઘણા વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહેતી હતી. એટલું જ નહીં અમીષાએ તેના પરિવારના સભ્યો પરપણ ગંભીર આક્ષેપો કર્યા હતા જેના કારણે તે આજે પણ ચર્ચામાં છે.
  • તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે અમિષા પટેલના જાણીતા ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ સાથેના અફેર ને લીધે એક સમયે ખુબ જ ચર્ચામાં રહેતી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. એક ઇન્ટરવ્યુ દરમિયાન અમીષાએ તેના અને વિક્રમના સંબંધ વિશે ખુલાસો કર્યો હતો અને લગ્ન વિશે પણ વાત કરી હતી. જો કે પછીથી તેમના સંબંધો તૂટી ગયા અને બંને એકબીજાથી અલગ થઈ ગયા.
  • અમિષા તેના ઘણા વિવાદોના લીધે ચર્ચામાં રહી છે. પરંતુ તેમના પરિવાર ના વિવાદમાં ખાસ કરીને પોતાના પિતા પર ના આક્ષેપ ને લીધે હજી પણ સૌથી વિવાદિત અભિનેત્રીઓની સૂચિમાં આવે છે. હકીકતમાં મની લોન્ડરિંગ કેસમાં અમીષા પટેલે તેના પિતા પર આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તેના પિતાએ તેની કમાણીમાંથી 12 કરોડની ચોરી કરી છે. તેણે કહ્યું કે તેના પિતા આ પૈસા ખોટી કાર્યવાહી માટે વાપરે છે. આ માટે અભિનેત્રીએ તેના પરિવારના સભ્યોને કાનૂની નોટિસ પણ મોકલી હતી.
  • 2009 માં અમિષા પટેલ સિનેમા હોલમાં તેના ભાઈ અશ્મિત પટેલ સાથે જોવા મળી હતી. આ પછી તે બધે ફેલાઇ ગયું હતું કે તેની અને તેના ભાઈ વચ્ચે સમાધાન થઈ ગયું છે. આના થોડા સમય બાદ અભિનેત્રીની માતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમીષા સાથે તેના સંબંધ હવે સામાન્ય થઈ ગયો છે.
  • એક પછી એક સુપરહિટ ફિલ્મો આપ્યા પછી એવું લાગ્યું કે અમીષા સૌથી સફળ અભિનેત્રી છે. પરંતુ 2002 માં તેની હમરાજ ​​પછી તેની લગભગ તમામ ફિલ્મો બોક્સ ઑફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી તે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ પોતાનું કરિયર અજમાવવા માંગતી હતી પરંતુ તેમાં પણ કોઈ સફળતા મળી નહીં અને તે મહેમાન પાત્ર બની ગઈ.

Post a Comment

0 Comments