ભગવાન કાર્તિકેયએ જણાવ્યા છે મૃત્યુ પહેલાંના આ સંકેતો મૃત્યુના 3 વર્ષ પહેલાથી મળે છે આ સંકેતો.

 • મૃત્યુ એ એવુ સત્ય છે કે જેના વિશે દરેકને જાણ છે, છતાં પણ મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. સ્કંદ પુરાણના કાશી વિભાગમાં મૃત્યુ સંબંધિત સંકેતોનો ઉલ્લેખ છે. આપણે કેટલાક લક્ષણો વિશે પણ જાણીએ છીએ, પરંતુ એ ત્યારેજ જોવા મળે છે કે જ્યારે મૃત્યુ નજીક હોય. આપણે જાણીયે છીએ વ્યક્તિનુ બિમાર હોવુ, એક જબરદસ્ત અકસ્માત જેવા સંકેતો દ્વારા આપણે જાણી જઇયે છીએ કે હવે બચશે નહીં. જો કે, અગસ્ટજીએ ભગવાન કાર્તિકેયને પૂછ્યું હતુ કે કોઈ વ્યક્તિ કેવી રીતે જાણી શકે છે કે તેનું મૃત્યુ નજીક છે. ભગવાન કાર્તિકેયએ આ સંકેતો વિશે જણાવ્યું પણ છે. ત્રણ વર્ષ પહેલાનાં મળે છે સંકેત.
 • કાર્તિકેય ભગવાન કહે છે કે મૃત્યુ પહેલા નસ દ્વારા એટલે કે નાકમાંથી સંકેત મળે છે. જે વ્યક્તિની જમણી નસકોરીમાં દિવસ અને રાત દરમિયાન હવાનું સતત પરિભ્રમણ રહે છે, તે વ્યક્તિની ઉંમર ત્રણ વર્ષમાં સમાપ્ત થાય છે. આટલું જ નહીં, જે વ્યક્તિનું નાક સતત બે કે ત્રણ દિવસ સતત ચાલે છે, તેનું જીવન એક વર્ષમાં સમાપ્ત થઈ જાય છે.
 • ત્રણ દિવસ પહેલાનો સંકેત
 • જો કોઇ વ્યક્તિના નાકના બંને નસકોરા એક સાથે 10 દિવસ સુધી સતત શ્વાસ લેતા રહે છે, તો આવી વ્યક્તિનું જીવન ત્રણ દિવસમાં સમાપ્ત થાય છે. જો બંને નાકના છિદ્રોમાંથી શ્વાસ પસાર થાય જ નહિં અને હંમેશાં મોં દ્વારા શ્વાસ લેવો પળે, તો પછી વ્યક્તિ એક દિવસમાં જ મરી શકે છે.
 • જ્યોતિષીયથી મળતા સંકેતો
 • જ્યોતિષથી પણ મૃત્યુના સંકેતો મળે છે જ્યારે સૂર્ય સાતમી રાશિ પર હોય છે અને ચંદ્ર જન્મ નક્ષત્ર પર આવે છે જો ત્યારે નાકમાંથી શ્વાસ ચાલવા માંડે તો તે સમયે વ્યક્તિને તે એક સૂર્યદેવ પાસેથી સ્થાપિત કાળ મળે છે. જો આ સમયે એ વ્યક્તિ કોઇ કાળા અથવા પીળા રંગના માણસને જુએ છે અને તે પછી તરત જ અદૃશ્ય થઈ જાય છે તો આવી વ્યક્તિને ફક્ત બે વર્ષ જ વધુ જીવી શકે છે.
 • શરીર પણ આપે છે સંકેત
 • જો કોઈ વ્યક્તિના મળ - પેશાબ વીર્ય અથવા છીંક એક સાથે આવે છે, તો તે વ્યક્તિનું જીવન ફક્ત એક વર્ષ જ બાકી છે શરીરમાંથી આવા ઘણાં સંકેત મળે છે, તે બતાવે છે કે હવે વધુ જીવન બાકી નથી. વળી, એવું માનવામાં આવે છે કે અચાનક જો આકાશમાં ઇન્દ્રનીલામણિ જેવા રંગીન સર્પોનો ટોળું આમ તેમ ફેલાયેલુ જોવા મળે, તો તે 6 મહિનાની અંદર મૃત્યુ પામે છે.
 • ઉધુંચત્તુ દેખાવુ
 • કેટલીકવાર મૃત્યુની નજીકમાં વ્યક્તિને કઈકનુ કઇક ઉધું ચતુ દેખાવા લાગે છે. ઘણી વખત લોકોને વાદળી રંગને બદલે પીળો રંગ અથવા પીળો રંગને બદલે વાદળી રંગ જોવાનું દેખવા લાગે છે. કેટલીકવાર મોંનો સ્વાદ પણ બદલાઈ જાય છે.ખાટી વસ્તુઓ કડવી લાગે છે અને કડવી વસ્તુઓ ખાટી લગવા માંડે છે. આવા લોકો સૂચવે છે કે તેઓ જલ્દી જ મરી જશે.
 • નહાવામાં
 • જો સ્નાન કર્યા પછી વગર લુછ્યા છાતિ તરત જ સુકાઈ જાય છે, અથવા હાથ-પગનું પાણી પણ ઝડપથી સુકાવા લાગે છે, તો આવા લોકોના જીવનમાં ફક્ત ત્રણ મહિના જ બાકી છે.

Post a Comment

0 Comments