આઈપીએલ 2020 નું ટાઈમ ટેબલ જાહેર ચેન્નઈ સુપર કિંગ્સ-મુંબઇ ઇન્ડિયન્સ મેચથી થશે આગાજ

  • ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનનું પૂર્ણ સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી સંયુક્ત અરબ અમીરાતમાં, અબુ ધાબી, દુબઇ અને શારજાહમાં ત્રણ સ્થળોએ રમાશે. અહીં લીગ સ્ટેજનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. પ્લે ઑફ્સ અને ફાઇનલનું શેડ્યૂલ પછીથી બહાર પાડવામાં આવશે. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર ટૂર્નામેન્ટની પ્રથમ મેચ અગાઉના ઉપવિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 19 સપ્ટેમ્બરના રોજ અબુધાબીમાં રમાશે. મેચ ભારતીય સમય મુજબ સાડા સાત વાગ્યે રમાશે.
  • આ અગાઉ આઈપીએલ 29 માર્ચથી ભારતમાં યોજાવાની હતી. આ માટેનું શિડ્યુલ પણ બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ કોવિડ -19 ને કારણે આઈપીએલ મુલતવી રાખવી પડી હતી. આઇસીસી ટી -20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમવાનો હતો, પરંતુ કોવિડ -19 ને કારણે તે મુલતવી રાખવામાં આવ્યો છે. આઈસીસીના આ નિર્ણય બાદ ભારતના ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ નિર્ણય લીધો હતો કે આઈપીએલ યુએઈમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાશે.
  • ગત મહિનાની 30 મી તારીખે બીસીસીઆઈ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા આઈપીએલનું શેડ્યૂલ બહાર પાડવાનું હતું, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ કેમ્પમાં અચાનક બે ખેલાડીઓ સહિત 13 સભ્યોનો કોરોના રિપોર્ટ સકારાત્મક આવ્યો અને આ કાર્યક્રમ ફરીથી ફેરવવો પડ્યો હતો અને ફાયનલી આજે ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.

Post a Comment

0 Comments