આ છે વિશ્વનો સૌથી લાંબા નખ ધરાવતો માણસ, 1952 થી કરી રહ્યા છે સખત મહેનત

  • આજના સમયમાં, દરેક વ્યક્તિ પ્રખ્યાત બનવા માંગે છે, જેના માટે તેઓ કંઈપણ કરવા માટે તૈયાર થઈ જાઈ છે. વિશ્વમાં ઘણા વિચિત્ર રેકોર્ડ્સ બન્યા છે, જે આશ્ચર્યજનક તેમજ અદભૂત હોય છે. એવા ઘણા લોકો છે જે તેનું નામ વિશ્વમાં પ્રખ્યાત કરવા માટે ગમે તે કરે છે.
  • આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે ખૂબ જ વિચિત્ર રેકોર્ડ બનાવીને દુનિયામાં પોતાનું નામ પ્રખ્યાત કર્યુ છે. અમે જેની વાત કરી રહ્યા છીએ તેને પોતાના લાંબા નખથી દરેકનું ધ્યાન ખેંચ્યું છે. તેનું નામ આખા વિશ્વમાં પ્રખ્યાત થઇ ગયું છે તેમજ તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં 2016 માં સામે આવી ગયું છે.
  • ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવનાર શ્રીધર ચિલ્લૈએ 1952 થી ડાબા હાથના નખ કાપવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. શ્રીધર પૂના શહેરના રહેવાશી છે. સૌથી લાંબા નખ ધરાવતા શ્રીધરે દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે.
  • માહિતી અનુસાર, તેના નખની લંબાઈ લગભગ 909.9 સેન્ટિમીટર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના નખને સંગ્રહાલયમાં દાન કરી દેવાના છે, કારણ કે તેની ઉંમર થઈ ગઈ છે જેના કારણે તેના નખ ખુબજ નાજુક થઈ ગયા છે, જેના કારણે તેણે આ નિર્ણય લીધો છે. તેની ઉમર 62 વર્ષની થઈ ગઈ છે.

Post a Comment

0 Comments