સિગારેટ દારૂને સ્પર્શતા પણ નથી બોલિવૂડના આ 10 સ્ટાર્સ, 7 મી તો છે દરેકની ફેવરિટ


  • મિત્રો, આ વાત તો બધા જાણે છે કે સિગરેટ અને આલ્કોહોલ આ બન્ને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યા સુધી કે આ ઉત્પાદનો પર પણ, તે જ વસ્તુ સ્પષ્ટ લખેલી છે. ભારત સરકાર પણ સમય સમય પર જાહેરાતો દ્વારા લોકોને થતી તેની આડઅસર વિશે જાગૃત રાખે છે. પરંતુ આ બધૂ હોવા છતાં, કેટલાક લોકો એવા હોય છે જે તેમનું સેવન કરવાનું બંધ નથી કરતા. આમાંના મોટાભાગના લોકો તો બોલિવૂડની ફિલ્મો જોયા પછી ગ્લેમરના ચક્કરમાં સિગારેટ અને દારૂ પીવાનું શરૂ કરી દે છે. જો ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ, તો ત્યા અંગત જીવનમાં પણ ઘણા લોકો ખૂબ નશો કરે છે. આ વાત ત્યાં થનારી મોટી મોટી પાર્ટીઓમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.
  • પરંતુ આ બધુ હોવા છતાં, બોલિવૂડમાં આજ પણ આવા ઘણા સ્ટાર્સ છે જેઓ પોતાની આજુબાજુમા એટલા ગ્લેમર હોવા છતાં પણ સિગારેટ અને દારુને હાથ પણ નથી લગાડતા. આ સ્ટાર્સ પોતાના અંગત જીવનમાં કોઈપણ પ્રકારના નશાથી થી દૂર રહેવાનું પસંદ કરે છે. આજે અમે તમને તે સ્ટાર્સના નામ જણાવવા જઈ રહ્યા છીએ.
  • 1. અમિતાભ બચ્ચન:
  • બોલીવુડના રાજા અમિતાભ બચ્ચનની દરેક લોકો ઇજ્જત કરે છે. અમિતાભે પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી વખત દારૂ પીવાનો અને સિગારેટ પીવાની એક્ટિંગ કરી છે. પરંતુ તેના અંગત જીવનમાં તે આવા નશાથી દૂર રહેવાનું પસંદ કરે છે.
  • 2. અક્ષય કુમાર:
  • અક્ષય કુમારને એમજ બોલિવૂડનો એક્શન ખિલાડી નથી કહેવાતો . તેઓ દારૂ અને સિગારેટથી તો દૂર રહે છે, તેમજ આરોગ્યની સંભાળ લેતા રાત્રે 9 વાગ્યે સુઇ જાય છે અને સવારે 4 વાગ્યે ઉઠિને કસરત કરે છે.
  • 3. અભિષેક બચ્ચન:
  • અમિતાભની જેમજ તેમનો પુત્ર અભિષેક બચ્ચન પણ દારૂ અને સિગારેટ જેવી ચીજોથી દૂર રહેવાનું પસંદ કરે છે.
  • 4. શિલ્પા શેટ્ટી કુંદ્રા:
  • શિલ્પા શેટ્ટી તેની તંદુરસ્તી અને યોગને લઈને હંમેશા મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. લગ્ન અને સંતાનો થયા પછી પણ તે એકદમ ફિટ લાગે છે. શિલ્પાનુ કહેવુ છે કે તે ખૂબ જ ખુશ છે કે તેને દારુ અને સિગારેટ જેવી ગંદી આદત નથી લાગી.
  • 5. જ્હોન અબ્રાહમ:
  • પોતાના ભવ્ય શરીરથી લોકોનું ધ્યાન આકર્ષિત કરવાવાળા જ્હોન અબ્રાહમ પણ સિગારેટ અને દારુ પીવાનું પસંદ નથી કરતા. તેઓને તો રાત્રે યોજાયેલી પાર્ટીઓમાં પણ જવાનું પસંદ નથી.
  • 6. સિદ્ધાર્થ મલ્હોત્રા
  • ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 'ફિલ્મથી બોલિવૂડમાં પગ મૂકનાર સિદ્ધાર્થની વિશેષ વાત એ છે કે તે મોડી રાત્રે પાર્ટીઓમાં જાય તો છે પરંતુ ત્યાં દારૂ અને સિગારેટ અડતા પણ નથી.
  • 7. દીપિકા પાદુકોણ
  • બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પણ સિગારેટ અને દારૂને ખરાબ ટેવ ગણે છે.
  • 8. સોનમ કપૂર
  • તાજેતરમાં આનંદ આહુજા સાથે લગ્ન કરનારી સોનમ પણ સિગારેટ અને દારૂથી દૂર રહેવાનું પસંદ કરે છે.
  • 9. બિપાશા બાસુ
  • શિલ્પાની જેમજ બિપાશા પણ તેની ફિટનેસને લઈને ઘણી એક્ટિવ રહે છે. કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કરનાર બિપાશાને પણ સિગારેટ અને દારૂ પસંદ નથી.
  • 10. સોનાક્ષી સિંહા
  • 'દબંગ' ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કરનારી સોનાક્ષી પોતાને ફીટ રાખવા માટે દારૂ અને સિગારેટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

Post a Comment

0 Comments