સચિન નહીં, પરંતુ આ ખેલાડીઑના નામ નોધાયો છે, 0 પર આઉટ થવાના સૌથી શરમજનક રેકોર્ડ

 • ક્રિકેટના મેદાન પર, ઘણા ખેલાડીઓ વર્લ્ડ રેકોર્ડ બનાવે છે, પરંતુ ઘણી વખત તે જ ખેલાડીઓ શૂન્ય સ્કોર પર પણ આઉટ થઈ જાય છે, જે તેમના માટે શરમજનક વાત હોય છે. જ્યારે આપણને કોઈ ખેલાડી તરફથી ઘણી આશા હોય છે અને તે ખેલાડી શૂન્યના સ્કોર પર આઉટ થાય છે ત્યારે તે ખૂબ દુ:ખ પહોંચાડે છે.
 • આજે અમે તમને વન ડે ક્રિકેટના ઇતિહાસમાં કેટલાક આવા બેટ્સમેન વિશે જણાવીશું, જે તેમની કારકિર્દીમાં સૌથી વધુ વધારે વખત 0 પર આઉટ થયા છે.
 • મુથૈયા મુરલીધરન: -
 • શ્રીલંકાના બેટ્સમેન મુરલીધરે બોલિંગથી તો ઘણા ઉત્તમ રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ તેમનું નામ બેટિંગમાં આ શરમજનક રેકોર્ડ માં નોંધાયુ છે. મુરલીધરે તેની 350 વનડે મેચની 162 ઇનિંગ્સમાં 25 વખત શૂન્ય રને આઉટ થવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો છે.
 • મહેલા જયવર્ધન: -
 • શ્રીલંકાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ગણાતા મહેલા જયવર્ધનેએ પણ આ શરમજનક રેકોર્ડમાં પોતાનું નામ ઉમેર્યું છે. 448 મેચની 418 ઇનિંગ્સમાં, જયવર્દને 28 વખત શૂન્ય રને આઉટ થઇ ચૂક્યા છે.
 • વસીમ અકરમ: -
 • પાકિસ્તાનના ઓલરાઉન્ડર વસીમ અકરમે વનડે કારકિર્દીમાં 28 વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે.
 • શાહિદ આફ્રિદી: -
 • પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ બોલિંગ સાથે બેટસ્મેન માં પણ ઘણા શાનદાર રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ તેના શાનદાર રેકોર્ડ માં આ એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો છે. 398 વન-ડે મેચની 369 ઇનિંગ્સમાં, આફ્રિદી એ 30 વખત શૂન્ય પર પેવેલિયન પાછો ફર્યો છે.
 • સનાથ જયસૂર્યા: -
 • શ્રીલંકાના સનાથ જયસૂર્યાએ ક્રિકેટના મેદાન પર સૌથી વધુ વાર આઉટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે. જયસૂર્યા વિશ્વના મહાન બેટ્સમેન માનો એક છે, પરંતુ તેની કારકિર્દીમાં તે 32 વાર ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો છે.

Post a Comment

0 Comments