UPSC Result 2019 : પિતાએ ઘર વેચીને ભણાવ્યો પુત્ર બન્યો IAS અધિકારી

  • મંગળવારે યુપીએસસીનું પરિણામ જાહેર કરાયું હતું. દેશની ટોચની પરીક્ષાઓમાંની એક, આ પરીક્ષામાં પ્રદીપસિંહે ઓલ ઇન્ડિયા રેન્ક વન હાંસલ કર્યું છે. આ સૂચિમાં બીજા એક પ્રદીપસિંહનું નામ પણ 26 મા સ્થાને છે. આઇઆરએસ અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહે તેમના માતા પિતા અને પરિવારનું માન સન્માન વધાર્યું છે. ચાલો જાણીએ તે પ્રદીપસિંહના સંઘર્ષ અને સફળતાની કહાની.
  • પ્રદીપસિંહે વર્ષ 2018 માં UPSC પરીક્ષામાં AIR-93મો ક્રમ હાંસલ કર્યો હતો. પ્રથમ પ્રયાસમાં 22 વર્ષીય પ્રદીપે આ પરીક્ષા પાસ કરી હતી. ત્યાર પછી પ્રદીપસિંહ અસિસ્ટેંટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ તરીકે સેવાઓ આપતા હતા. પ્રદીપસિંહે વર્ષ 2019 માં ફરી UPSCની પરીક્ષા આપી અને આ વખતે તેને 26મો ક્રમ હાસલ કર્યો. પ્રદીપે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મે મારા જીવનમાં જેટલો સંઘર્ષ કર્યો છે તેનાથી અનેક ગણો વધુ સંઘર્ષ મારા માતાપિતાએ કર્યો છે.
  • તમને જણાવી દઈએ કે પ્રદીપસિંહના પિતા પેટ્રોલ પંપ પર કામ કરે છે. પ્રદીપનું સ્વપ્ન મોટું હતું. આવી સ્થિતિમાં તેણે દિલ્હી જવાનું નક્કી કર્યું. તે વર્ષ 2017 માં જૂન મહિનામાં દિલ્હી આવ્યો હતો, જ્યાં તે વાજીરાવ કોચિંગમાં જોડાયો હતો.પ્રદીપ કહે છે કે તેને ઘણી બધી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેના માતાપિતાએ આ બધું તેના ભણતર વચ્ચે આવવા દીધું ન હતું. પ્રદીપે જણાવ્યું હતું કે તેના ઘરે પૈસાની ઘણી તકલીફ હતી, પરંતુ મારા માતાપિતાનો ઉત્સાહ મારાથી ઘણો વધારે હતો.
  • પ્રદીપના પિતાએ ન્યૂઝ એજન્સી ANI કહ્યું હતું કે હું ઈન્દોરના પેટ્રોલ પંપ પર કામ કરું છું. હું હંમેશાં મારા બાળકોને શિક્ષિત કરવા માંગતો હતો જેથી તેઓ જીવનમાં સારૂ પ્રદર્શન કરી શકે. પ્રદીપે જણાવ્યું હતું કે તે યુપીએસસીની પરીક્ષા દેવા માંગે છે મારી પાસે પૈસાની અછત હતી. આવી સ્થિતિમાં મેં મારા દીકરાના શિક્ષણ માટે મારું મકાન વેચી દીધું હતું. તે દરમિયાન મારા પરિવારે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ આજે હું મારા પુત્રની સફળતાથી ખુશ છું. પ્રદીપે મીડિયા ચેનલને ઇન્ટરવ્યુ આપતાં કહ્યું હતું કે તેની કોચિંગ ફી લગભગ 1.5 લાખ રૂપિયા હતી. આ સાથે, ઉપરોક્ત ખર્ચ અલગ હતો. મારા ભણવામાં કોઈ અડચણ ન આવે. આ માટે પપ્પાએ ઘર વેચી દીધું હતું .
  • પ્રદીપે કહ્યું કે - મારા પિતાની આજીવન સંપત્તિ તે ઈંદોરમાં અમારું ઘર હતું. પરંતુ તેને મારા શિક્ષણ માટે વેચી દીધૂ અને એક ક્ષણ માટે પણ વિચાર્યું નહીં કે હું આ કેમ કરી રહ્યો છું. પ્રદીપે વધુમાં કહ્યું કે મને જ્યારે આ વિશે ખબર પડી ત્યારે મારો મહેનત કરવાનો જુસ્સો ડબલ થઈ ગયો હતો. મારા પિતાએ આ બલિદાનથી મને વધુ સક્ષમ બનાવી દીધો. અને મેં નિર્ણય લીધો કે મારે યુપીએસસી પરીક્ષા હાલમાં જ પાસ કરવી છે.
  • તમને જણાવી દઈએ કે, તેના પિતા ઇંદોરના નિરંજનપુર દેવાસનગરના ડાયમંડ પેટ્રોલ પમ્પ પર નોકરી કરે છે. તેની માતા ગૃહિણી અને તેનો ભાઈ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરે છે. પ્રદીપે કહ્યું કે મારી દરેક મુશ્કેલીમાં ત્રણેય સંરક્ષણ દિવાલની જેમ ઉભા હતા. પિતા અને ભાઈએ મારા અભ્યાસનું ખૂબ ધ્યાન રાખ્યું. જ્યારે મારી યુ.પી.એસ.સી. મેઈન્સની પરીક્ષા ચાલી રહી હતી, ત્યારે મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ આ માહિતી મને આપવામાં આવી ન હતી. જેથી હું કોઈપણ રીતે ટેન્શન ના લવ. જેથી મારા અભ્યાસ પર કોઈ અસર પડે નથી. પ્રદીપે કહ્યું કે પિતાએ મકાન વેચ્યું એટલું જ નહીં મારા શિક્ષણ માટે બિહારના ગોપાલગંજ ગામની પૂર્વજોની જમીન પણ મારા અભ્યાસ માટે વેચી દીધી. જેથી મને દિલ્હીમાં પૈસામાં કોઈ તકલીફ ન પડે. જણાવી દઈએ કે પ્રદીપનો જન્મ બિહારમાં થયો હતો, ત્યારબાદ તે ઈન્દોર જતાં રહ્યા હતા.

Post a Comment

0 Comments