સુશાંતસિંહ રાજપૂત કેસ : CBI એ તપાસ પોતાના હાથમાં લીધી રિયા ચક્રવર્તી સહિત આ 6 લોકો સામે એફઆઈઆર

  • અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ફરીથી એફઆઈઆર નોંધાયા બાદ સીબીઆઈએ બિહાર પોલીસ પાસેથી તપાસ પોતાના હાથમાં લીધી છે. સીબીઆઈએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે ગુનાહિત કાવતરું અને આત્મહત્યા કરવા માટે ઉપસાવવું ના આરોપસર પટણા પોલીસ દ્વારા દર્જ એફઆઈઆર ને ફરી દાખલ કરી છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી.

  • સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે સીબીઆઈએ રિયા ચક્રવર્તી, ઇન્દ્રજિત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મીરાંડા, શ્રુતિ મોદી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કેન્દ્ર સરકારે સીબીઆઇ તપાસ માટે આજે જાહેરનામું બહાર પાડ્યું હતું. સીબીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે તપાસ એજન્સી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે બિહાર પોલીસ સાથે સંપર્કમાં છે.

  • અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષક નૂપુર પ્રસાદની આગેવાની હેઠળની એક વિશેષ તપાસ ટીમ તેની તપાસ કરશે અને ડીઆઈજી ગગનદીપ ગંભીર અને જોઇન્ટ ડાયરેક્ટર મનોજ શશીધર દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવશે. બંને ગુજરાત કેડરના વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ છે.

  • સૂત્રોએ જણાવ્યું હતું કે એજન્સી, દૈનિક ધોરણે આ કેસની ટોચની કક્ષાએ દેખરેખ રાખશે. પટણા પોલીસે ભદ્ન્સ ની કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી, જે આક્ષેપિત ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી અને આત્મહત્યાના ગુનાથી સંબંધિત છે. બિહાર સરકારની ભલામણ પર, તે સીબીઆઈને સોંપવામાં આવી છે, જે કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈને મોકલવામાં આવી છે.

Post a Comment

0 Comments