જમ્મુ કાશ્મીરના પૂર્વ ઉપરાજયપાલ જીસી મુર્મુને દેશના નવા CAG બનાવાયા જાણો વધુ

  • જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર પદના એક દિવસ પહેલા રાજીનામું આપનારા જીસી મુર્મુની દેશના નવા ઑડિટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે રાજીવ મહર્ષિની જગ્યા લેશે. ગુરુવારે કેન્દ્રની મોદી સરકારે તેનું જાહેરનામું બહાર પાડ્યું. મુર્મુએ બુધવારે જમ્મુ-કાશ્મીરમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ મનોજ સિંહાને તેમની જગ્યાએ આગામી લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.


  • મુર્મુ 1985 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસપાત્ર અધિકારીઑમાં  માનવામાં આવે છે. ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકે મોદીના કાર્યકાળ દરમિયાન તેઓ તેમના મુખ્ય સચિવ હતા. તેઓ 1 માર્ચ, 2019 થી નાણાં મંત્રાલયમાં ખર્ચ સચિવની દેખરેખ રાખી રહ્યા હતા. ત્યાર પછી તેમણે જમ્મુ-કાશ્મીરના છેલ્લા રાજ્યપાલ સત્યપાલ મલિકની જગ્યાએ લેફ્ટનન્ટ ગવર્નરની જગ્યા લીધી. 1985 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી, જીસી મુર્મુ તે સમયે પ્રિન્સિપલ સેક્રેટરી હતા. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. 
  • મુર્મુનું રાજીનામું તે દિવસે આવ્યું હતું જ્યારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 37૦ અને આર્ટિકલ 35Aએનો અંત આવ્યો તેનું એક વર્ષ પૂર્ણ થયું હતું. ગયા વર્ષે ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો હતો. આ સાથે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ ભાગમાં વહેંચીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. મુર્મુએ 31 ઑક્ટોબર 2019 ના રોજ નાયબ રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. કાશ્મીર મુર્મુના શાસન દરમિયાન શાંતિ, સ્થિરતા અને વિકાસ તરફ ઝડપથી આગળ વધ્યું છે. રાજ્યમાં આતંકવાદ કે પથ્થરમારોની ઘટનાઓમાં ભારે ઘટાડો નોંધાયો છે.

Post a Comment

0 Comments