રોનાલ્ડોએ વિશ્વની સૌથી મોંઘી કાર ખરીદી, કિમત જાની ને દંગ રહી જશો

  • પોર્ટુગલના લોકપ્રિય ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વિશ્વની સૌથી મોંઘી કાર બુગાતી લા વાઓએવર ખરીદી છે. રોનાલ્ડો જે ક્લબ તરફથી ફૂટબોલ રમે છે, તે ક્લબએ તાજેતરમાં જ 36મી સિરી એ ચેમ્પિયનશિપ જીતી હતી. ત્યાર પછી રોનાલ્ડોએ પોતાના માટે આ કાર ખરીદી હતી. કારની કિંમત જાણીને તમે દંગ રહી જશો. તેઓએ આ કાર ખરીદવા માટે 75 કરોડનો ખર્ચ કર્યો છે. (ચિત્ર - ઇન્સ્ટાગ્રામ)
  • રોનાલ્ડોએ ખરીદેલી કાર બનાવનારી કંપનીએ આવી 10 કાર બનાવી છે. તેઓએ બુગાતી લા વાઓએવર (સેન્ટોડિસી) ખરીદવા માટે લગભગ 8.5 મિલિયન યુરો (લગભગ 75 કરોડ) ચૂકવ્યા.
  • 35 વર્ષીય સ્ટાર ફુટબોલર રોનાલ્ડોએ કારના ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યા અને તેમને માહિતી આપી હતી. વિશ્વની સૌથી મોંઘી કારનો માલિક રોનાલ્ડો ના કાર ગેરેજમાં કુલ 30 મિલિયન યુરો (આશરે 264 કરોડ રૂપિયા) ની કારો છે.
  • બુગાતી લા વાઓએવર કાર 380 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. ફક્ત 2.4 સેકંડમાં આ કાર 60 કિમી પ્રતિકલાક ની ઝડપ પકડી લે છે. જોકે, રોનાલ્ડોને આ કાર માટે 2021 સુધી રાહ જોવી પડશે અને આવતા વર્ષે તેને ડિલિવરી મળશે.
  • તાજેતરમાં, બુગાતી અને નાઇકે મળીને ક્રિસ્ટીઆનો રોનાલ્ડો માટે એક ખાસ બૂટ રજૂ કર્યું હતું. સ્પોર્ટસવેર બ્રાન્ડ એ ઓટોમોબાઈલ બ્રાન્ડ સાથે મળીને મર્ક્યુરિયલ સુપરફ્લેરી સીઆર 7 ડીસી લોન્ચ કરી હતી. જે સેન્ટોડિસી અથવાબુગાતી લા વાઓએવર થી પ્રેરિત છે.

Post a Comment

0 Comments