ભારતમાં ફરીવાર થઈ શકે છે ટીકટોકની એન્ટ્રી ભારતની આ કંપની ખરીદી શકે છે ટીકટોક

  • દેશના યુવાનોની પ્રિય ચીની એપ્લિકેશન ટિકટોકની ફરી એકવાર એન્ટ્રી થઈ શકે છે. રોઇટર્સના એક અહેવાલ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટિકટોકનો ભારતીય વ્યવસાય ખરીદી શકે છે.
  • રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટિકટોકની પેરેન્ટ કંપની બાયટડાંન્સ અને મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. જો કે, બંને કંપનીઓ હજી સુધી કોઈ ડીલ પર પહોંચી નથી. રિલાયન્સ અને ટીટકોકે હજી સુધી આ કેસ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તમને જણાવી દઈએ કે જુલાઇ મહિનામાં ભારત સરકારે ટિકટોક સહિત 59 ચીની એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે ગોપનીયતા ટાંકીને ટિકટોક અને અન્ય ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે.
  • પ્રતિબંધ સમયે, 30 ટકા ટિકટોક વપરાશકર્તાઓ ભારતીય હતા અને તેની કમાણીનો લગભગ 10 ટકા હિસ્સો ભારતનો હતો. એપ્રિલ 2020 સુધી, ટિકટોકનાં 2 અબજ ડાઉનલોડ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવામાં આવ્યાં હતાં. તેમાંથી લગભગ 30.3 ટકા અથવા 61.1 કરોડ ડાઉનલોડ્સ ભારતના હતા.
  • મોબાઈલ ગુપ્તચર કંપની સેન્સર ટાવરના જણાવ્યા પ્રમાણે ટિકટોકનું ડાઉનલોડ ભારતમાં ચીન કરતા વધારે છે. ચીનમાં ટિકટોકની ડાઉનલોડ માત્ર 19.66 કરોડ છે, જે તેના કુલ ડાઉનલોડના માત્ર 9.7 ટકા છે.ગયા અઠવાડિયે યુ.એસ.એ પણ ચીની એપ્લિકેશન ટિકિટકોક ઉપરના પ્રતિબંધને મંજૂરી આપી હતી. જો કે, અમેરિકન કંપનીએ ટિકટોકનો યુએસ બિઝનેસ એક અમેરિકન કંપનીને વેચવા માટે 15 સપ્ટેમ્બર સુધી બાયટડાન્સ ને અલ્ટિમેટમ આપી દીધું છે. માઇક્રોસોફ્ટ અને ટ્વિટર ટિકટોકના અમેરિકન વ્યવસાયને ખરીદવાની દોડમાં છે.

Post a Comment

0 Comments