રવિના ટંડનનું મોટું નિવેદન કહ્યું ફિલ્મ મેળવવા માટે કોઈ હીરો સાથે સૂવું....

  • સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી ઘણા સેલેબ્સે આ ઉદ્યોગ વિશે મોટા ઘટસ્ફોટ કર્યા છે. હવે તાજેતરમાં રવિના ટંડને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી વિશે એવું નિવેદન આપ્યું છે કે તમે પણ સાંભળીને ચોંકી જશો. રવિનાએ પિંકવિલાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીના લોકો તેને એરોગેન્ત કહે છે. રવિનાએ કહ્યું, 'મારો કોઈ ગોડફાધર નહોતો, હું કોઈ કેમ્પનો ભાગ ન હતી અને કોઈ હીરો મને પ્રોત્સાહન આપતો ન હતો. હું કોઈ હીરો સાથે સૂતી નથી અને કોઈ હીરો સાથે મારૂ અફેર પણ ન હતું. હું કોઈ હીરો ના કહેવા પર ચાલતી ના હતી.
  • રવિનાએ આગળ પોતાનો ગુસ્સો એવી મહિલા પત્રકારો પર વ્યક્ત કર્યો હતો જે તે સમયે તેમની સાથે ઉભા નહોતા રહ્યા. રવિનાએ કહ્યું હતું કે ઘણી મહિલા પત્રકારોએ પોતાને કેમિનિસ્ટ ગણાવતી હતી. અને તે અલ્ટ્રા કેમિનિસ્ટ કૉલમ લખ્યા કરતી હતી, પરંતુ તે અન્ય મહિલાઓ સાથે ખોટું કરતી હતી. રવિનાએ કહ્યું કે તે પોતાની પ્રામાણિકતાને કારણે ફિલ્મો ગુમાવી નથી, પરંતુ તેમના વિશે ઘણું બકવાસ લખવામાં આવ્યું હતું.
  • રવિનાએ અગાઉ ટ્વીટ કરીને કહ્યું હતું કે 'એવું બને છે કે તમને ફિલ્મો માંથી હટાવી દેવામાં આવે છે. હીરો તેમની ગર્લફ્રેન્ડને ફિલ્મમાં લે છે અથવા તેમના કેટલાક લોકો દ્વારા કોઈના વિશે બનાવટી સમાચાર ફેલાવીને તેમની કારકિર્દીનો ખત્મ કરી દે છે. તમારે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે, પરંતુ કેટલાક લોકો તેનો સામનો કરે છે અને કેટલાક તેનો સામનો કરતા નથી જ્યારે તમે તેમની સામે અવાજ ઉઠાવો છો, ત્યારે તમને જુઠા કહી દેવામાં આવે છે, અને પાગલ કહેવામાં આવે છે. હું આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ હોવાની આભારી છું, પરંતુ આ ઈન્ડસ્ટ્રીનું સત્ય છે.
  • અભિનેત્રીએ આગળ કહ્યું, આવું કોઈપણ સાથે થઈ શકે છે જે ઇન્ડસ્ટ્રીમાં જન્મેલા હોય કે બહારથી આવેલા હોઈ. જેટલી તેઓએ મને દબાવવાની કોશિશ કરી, તેટલી ઝડપથી મે ફાઈટ બેક આપી. ગંદા રાજકારણ બધે થાય છે .

Post a Comment

0 Comments