પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં ઇન્હેલર ઉપયોગ કરતો જોવા મળ્યો સ્ટુઅર્ટ બ્રોડ જાણો કારણ

  • સાઉધમ્પ્ટનની એજેસ બાઉલમાં પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લેન્ડનો ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ થોડી અગવડતામાં  દેખાતો હતો. તે તેની ચોથી ઓવર દરમિયાન ઇન્હેલર લેતો જોવા મળ્યો હતો. ચાહકો તેમને ઇન્હેલરનો ઉપયોગ કરીતો જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થયા. કદાચ આ એટલા માટે છે કારણ કે બહુ ઓછા લોકો જાણે છે કે બ્રોડને અસ્થમા છે. જો કે, 2015 માં એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે અસ્થમાથી પીડિત છે.

  • મેચના પહેલા દિવસે તેણે શાનદાર ઓવરોની સ્પેલ ફેંકી હતી. 13 ઓવરમાં 4 મેડન્સને નાખીને તેણે 31 રન આપીને એક વિકેટ ઝડપી હતી. સ્ટુઅર્ટ બ્રોડ છેલ્લા 14 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. તેણે ઘણા વર્ષોથી અસ્થમા વિશે છુપાવ્યું હતું. પાંચ વર્ષ પહેલા તેણે ટીમમાં આ રહસ્ય જાહેર કર્યું હતું.

  • સ્ટુઅર્ટ બ્રોડે ડેઇલી મેલમાં લખ્યું, "એક રાત્રે અમને પોતાને વિશે માહિતી આપવા કહેવામાં આવ્યું કે જે બીજા કોઈને ખબર ન હોઈ. ટીમના તમામ ખેલાડીઓ ચોંકી ગયા જ્યારે મેં તેમને કહ્યું કે મને અસ્થમા છે, કારણ કે મારો જન્મ સમયથી ત્રણ મહિના વહેલો થયો હતો. હું લગભગ મૃત્યુની નજીક હતો. મારા એક ફેફસાંનો વિકાસ થયો નથી. તેથી મારે ઇન્હેલરનો ઉપયોગ કરવો પડે છે. તેની અસર મારી રમત પડી નથી. મેં મારું ક્રિકેટ ફક્ત એક ફેફસાંથી જ રમ્યું છે.

  • ચાલો તમને જણાવી દઈએ કે પહેલા દિવસની જેમ વરસાદએ બીજા દિવસે પણ મોટાભાગની રમત બગાડી દીધી હતી. પાકિસ્તાને તેની ઇનિંગ્સ 126–5 આગળ વધારી અને 223-9 બનાવ્યા હતા. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને પ્રથમ ઇનિંગ્સમાં 9 વિકેટે 223 રન બનાવ્યા. બીજા દિવસની રમતના અંત સુધીમાં મોહમ્મદ રિઝવાન 60 અને નસીમ શાહ 1 રને અણનમ રહ્યો છે.

  • વરસાદને કારણે મેચના પહેલા દિવસે માત્ર 45.4 ઓવર અને બીજા દિવસે 40.2 ઓવર રમી હતી. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન તરફથી આબિદ અલી અને બાબર આઝમે 47 રનની ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લેન્ડના ઝડપી બોલરો સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસને -3--3 વિકેટ લીધી હતી.

Post a Comment

0 Comments