સોના ચાંદીમાં ભાવવધારાનો સિલસિલો યથાવત, જાણો આજ ના ભાવ

  • ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવ આજે ફરી વધ્યા છે. એમસીએક્સ પર સોનાનો ઓક્ટોબર વાયદો રૂ. 300 વધી રૂ. 56143 પ્રતિ 10 ગ્રામ પર પોહચી ચૂક્યો છે. ચાંદીનો વાયદો રૂ. 1,750 અને 2.3 ટકા વધીને રૂ .77,802 પર પ્રતિ કિલો થઈ ગયો છે. પાછલા સત્રમાં સોનાના વાયદાના ભાવમાં 1.3 ટકાનો વધારો થયો છે, એટલે કે પ્રતિ ગ્રામ દીઠ રૂ. 720 રૂપિયા નો વધારો થયો છે. સોનું 10 ગ્રામ દીઠ રૂ. 56,079 ભાવે મળી રહ્યું છે, જ્યારે ચાંદી 5.6 ટકા એટલે કે 4,100 રૂપિયા પ્રતિ કિલો ઉછળી ગઈ છે. ભારતમાં આ વર્ષે સોનામાં 44 ટકાનો ઉછાળો નોધાયો છે.

  • વૈશ્વિક બજારોમાં, સોનાએ ફરીથી તેનો રેકોર્ડ તોડ્યો છે. વધારે પોત્સાહનની સંભાવના અને યુએસ-ચીન તનાવની સંભાવનાએ સોનાની માંગમાં વધારો કર્યો છે. સોનું વૈશ્વિક બજારોમાં 0.3 ટકા વધીને 2,068.32 ડોલર પ્રતિ ઓસ પર પહોંચી ગયું છે. તેમજ ચાંદી, $ 30 પર બંધ થઈ. તેમાં 2.6 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત નબળા અમેરિકન ડોલર ને કારણે પણ સોનાના ભાવને ટેકો મળ્યો છે.

  • વૈશ્વિક બજારોમાં, કોરોના વાયરસ સંકટ, નીચા વાસ્તવિક દરો, નબળા ડોલર અને ભૌગોલિક રાજકીય જોખમોને લીધે આ વર્ષે સોનું 35 ટકાથી વધુ વધ્યું છે. બેંક ઑફ અમેરિકાએ તેની આગાહીમાં જણાવ્યું હતું કે સોનું 18 મહિનામાં 3,000 ડોલર અને 2021 માં ચાંદી 35 ડોલર સુધી પહોંચી શકે છે.

  • દરમિયાન, ભારતમાં આજે સોવરિન ગોલ્ડ બોન્ડનો હપતો બંધ થઈ રહ્યો છે. ઇશ્યૂની કિંમત પ્રતિ ગ્રામ 5,334 નક્કી કરવામાં આવી છે. જેઓ ઓનલાઇન અરજી કરે છે અને ઑનલાઇન ચૂકવણી કરે છે તેમને પ્રતિ ગ્રામ 50 ની છૂટ મળે છે.

Post a Comment

0 Comments