દરેકનું નામ બદલનારા યોગી આદિત્યનાથનું નામ પીએમ મોદીએ બદલી નાખ્યું, લોકોએ ટ્વિટર પર ખૂબ જ મોજ લીધી

  • મહત્વનું છે કે, 29 વર્ષ પછી, પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા અને ત્યાં પોહચીને રામ મંદિરનો શિલાન્યાસ કર્યો. વડા પ્રધાને સમગ્ર વિધિ વિધાનથી શ્રી રામ જન્મભૂમિનું હવન પૂજન કર્યું. વિધિ વિધાનથી હવન પૂજન કર્યા પછી પીએમ મોદીએ આ શુભ પ્રસંગએ લોકોને સંબોધન કર્યું હતું. લોકોને સંબોધન કરતા પીએમ મોદીએ એક ભૂલ કરી હતી, તેવોએ યુપીના સીએમ યોગી આદિત્યનાથને 'આદિત્ય યોગીનાથ' તરીકે સંબોધન કર્યું.
  • આ સાંભળ્યા પછી અમુક લોકોએ પીએમ મોદીની આ ભૂલની સોશિયલ મીડિયા પર ખૂબ મજા લીધી હતી. લોકોએ તેમના ભાષણની આ ક્લિપને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનું શરૂ કર્યું હતું. આપને જણાવી દઈએ કે શ્રી રામ જન્મભૂમિ પૂજન પછી, પીએમ મોદીએ રામ મંદિરને રાષ્ટ્રીય ભાવના અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના લોકપ્રિય મુખ્ય પ્રધાન શ્રી આદિત્ય યોગીનાથજી મંચ પર બિરાજમાન છે.
  • આ પછી સોશિયલ મીડિયા પર લોકોએ પીએમ મોદી અને યોગી આદિત્યનાથની ખૂબ મજાક કરી હતી. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર મેમ્સના અને જોક્સ થી ભરાય ગયું. સોશિયલ મીડિયા પર લોકો એ કહ્યું કે યોગીજી એ આજ સુધી દરેકના નામ બદલ્યા છે પણ આજે મોદીજી એ આજે તેમનુ નામ બદલી નાખ્યું. ચાલો જોઈએ આવા કેટલાક ટ્વીટ્સ જેમાં લોકો સીએમ યોગી અને પીએમ મોદીની મજાક ઉડાવે છે.
  • અર્જુન નામના ટ્વિટર યુઝરે યોગી આદિત્યનાથની જૂની તસવીર શેર કરી અને લખ્યું કે 'જ્યારે તમે તમારા પરિવારના સભ્યોને પૂરા દિલથી ઇચ્છતા હો અને તેના બદલે તે તમને ખોટા નામ (આદિત્ય યોગીનાથ) દ્વારા તમને આખા દેશની સામે બોલાવો.
  • સાગરજીત ધર નામના યુઝરે મોદી અને યોગી ની તસવીર મૂકીને તંજ કસ્યો હતો.
  • નોંધનીય છે કે અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ચુકાદો આપ્યો હતો, ત્યારબાદ ભક્તો રામ મંદિર નિર્માણની તારીખની આતુરતાથી રાહ જોતા હતા, જે હવે પૂર્ણ થઈ ગયું છે.

Post a Comment

0 Comments