જીવનમાં માણસે ક્યારેય ન કરવા જોઈએ આ કામ, બરબાદ થઈ જાય છે જીવન

  • નીતિ શાસ્ત્રમાં આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે વ્યક્તિએ જીવનમાં કયા ખરાબ કામો ન કરવા જોઈએ. ચાણક્ય કહે છે કે આ કામો કરવાથી વ્યક્તિને અપયસ મળે છે. ચાણક્ય નીતિમાં એ વ્યક્તિઑ ને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યા છે જે સારા કાર્યો કરે છે. જેમાં માનવ કલ્યાણની ભાવના હોય છે. નીતિશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે બીજાને નુકસાન પહોંચાડવું અથવા નુકસાન કરવું તે ક્યારેય યોગ્ય નથી હોતું.

  • લાભ માટે જૂઠું બોલવું 
  • આચાર્ય ચાણક્ય કહે છે કે જૂઠ બોલવું એ ખરાબ કામ છે. કોઈ પણ માણસે પોતાના ફાયદા અથવા હિત માટે કોઈની સાથે જૂઠું બોલવું ના જોઈએ. એવું જરૂરી નથી કે તમે દર વખતે ખોટું બોલીને તમારું હિત કરી શકો. પરંતુ જ્યારે લોકોને તમારા જૂઠાણા વિશે જાણ થાય છે, ત્યારે તમને અપયસ મળે છે.
  • બૂરાઈ કરવી
  • નીતિ શાસ્ત્રમાં આચાર્ય ચાણક્ય કહે છે બીજા ની બૂરાય કરવી એ ખરાબ કામ છે. બૂરાય કરનાર વ્યક્તિ હંમેશાં તેના હિત અને લાભ વિશે જ વિચારે છે. જે વ્યક્તિ હંમેશાં બીજાની બૂરાય કરે છે તેઓને ક્યારેય સન્માનથી જોવામાં આવતા નથી.
  • કોઈને નુકસાન પહોંચાડવા માટે ધનનો ઉપયોગ
  • આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈને નુકસાન પહોંચાડવા માટે પૈસાનો ઉપયોગ કરવો ખોટું છે. આ કાર્ય દુષ્ટ કાર્યોની શ્રેણીમાં આવે છે. આવા લોકોનું સમાજમાં ક્યારેય માન સન્માન નથી હોતું.

Post a Comment

0 Comments