મુંબઈ પૉલિસ નો દાવો : રેપર બાદશાહ એ આટલા લાખ રૂપિયા આપી કરોડો બનાવટી ફોલોઅર્સ ખરીદ્યા

  • રેપર બાદશાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ગીતો રિલીઝ થતાની સાથે જ વાયરલ થાય છે. તેઓ ટોચની ટ્રેન્ડિંગ સૂચિમાં પ્રવેશ કરી લે છે. સોશ્યલ મીડિયા પર હસ્તીઓ વચ્ચે લોકપ્રિય થવાની હરીફાઈ ચાલી રહી છે. તેમાં ઘણા નકલી ફોલોવર પણ શામેલ છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચ આની શોધમાં છે. તાજેતરમાં જ સિંગર ભૂમિ ત્રિવેદીએ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તેમના નામની બનાવટી પ્રોફાઇલ બનાવવામાં આવી છે, જેનાથી બોલીવુડના ઘણા લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આને લગતું એક રેકેટ મુંબઈ ક્રાઈમ બ્રાંચે પકડ્યું છે. થોડા દિવસો પહેલા રેપર બાદશાહને મુંબઈ ક્રાઈમ બ્રાંચની ઓફિસની બહાર પણ સ્પોટ કરવામાં આવ્યો હતો.

  • મુંબઈ પોલીસનું કહેવું છે કે બાદશાદે કબૂલાત કરી કે તેણે તેના એક ગીતના વીડિયોના વ્યૂમાં વધારો કરવા માટે 72 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 72 મિલિયન વ્યૂ, 72 લાખમાં. બાદશાહ 24 કલાકમાં યુટ્યુબ પર રેકોર્ડ સ્થાપિત કરવા માંગતો હતો. મુંબઇ મિરર સાથે વાત કરતાં નાયબ પોલીસ કમિશનર નંદકુમાર ઠાકુર કહે છે કે બાદશાહ પોતે અમને કહ્યું છે કે તેઓ યુટ્યુબ પર 24 કલાકમાં દર્શકોનો રેકોર્ડ તોડવા માગે છે તેથી તેમણે એક કંપનીને 72 લાખ રૂપિયા આપ્યા.

  • નોંધપાત્ર વાત એ છે કે, બાદશાહ સાથે વાત કરવામાં આવી તો તેમણે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. બાદશાહે કહ્યું કે મુંબઈ પોલીસ મારા પર જે પણ આક્ષેપો કરે છે તે ખોટા છે. મેં આવું કદી કર્યું નથી. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. મને ખાતરી છે કે જે લોકો આની તપાસ કરી રહ્યા છે તે સાચો ચુકાદો આપશે. હું મારા ચાહકોનો પણ આભાર માનું છું જેમણે મને ટેકો આપ્યો. તે મારા માટે ઘણા માયને રાખે છે. ચાલો તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસ મુજબ 68 કંપનીઓ છે જે બનાવટી ફોલોઅર્સ વેચે છે. તેમાંથી એક ફ્રેન્ચ કંપની, ફોલોઅર્સકાર્ટ છે. આ કેસની માહિતી સાયબર સેલ અને ક્રાઈમ બ્રાંચને આપવામાં આવી છે.

Post a Comment

0 Comments