મહેન્દ્રસિંહ ધોનીની સાથે સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાથી સન્યાસની જાહેરાત કરી

  • ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે અનુભવી ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ઉત્તર પ્રદેશના ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણું નામ કમાવ્યું છે. 2005 માં વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારો રૈના તેની બેટિંગ, કામ ચલાવ સ્પિન બોલિંગ અને મધ્યમ ક્રમમાં તેની જબરદસ્ત ફિલ્ડિંગને કારણે ચર્ચામાં રહ્યો છે. રૈના ભારત તરફથી 18 ટેસ્ટ, 226 વનડે અને 78 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7000 થી વધુ રન બનાવ્યા છે.

  • સુરેશ રૈનાએ ટેસ્ટ ક્રિકેટમાં 768 રન બનાવ્યા હતા. તેમાં એક સદી અને 7 અડધી સદીનો સમાવેશ છે. રૈનાએ વનડેમાં 5615 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 36 અડધી સદીનો સમાવેશ છે. વનડેમાં રૈનાનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 116 રન હતો. રૈનાએ 78 ટી -20 માં એક સદી અને પાંચ અડધી સદી સહિત કુલ 1605 રન બનાવ્યા છે.
  • સુરેશ રૈનાએ તેના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી એક ફોટો કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની, અંબાતી રાયડુ, કર્ણ શર્મા અને મોનુ સિંહ સાથે શેર કર્યો છે. આ તસવીર શેર કરતી વખતે તેણેકેપ્શન આપ્યું- મહેન્દ્રસિંહ ધોની, તમારી સાથે રમવું ખુબ જ પ્યારું રહ્યું. પૂરા દિલથી આપની આ યાત્રામાં જોડાવા માંગુ છું. આભાર ભારત જય હિન્દ.

  • જણાવી દઈએ કે સુરેશ રૈના અને મહેન્દ્ર સિંહ ધોની હાલમાં આઈપીએલ 2020 માટે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) તાલીમ શિબિર માટે ચેન્નાઈમાં છે. આ બંને ખેલાડીઓએ સાથે મળીને સ્વતંત્રતા દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિ જાહેર કરી છે.

Post a Comment

0 Comments