ભારતના આ સાત રૂટો પર દોડશે બુલેટ ટ્રેન, જમીન સંપાદન ટૂંક સમયમાં શરૂ થશે

  • દેશમાં બુલેટ ટ્રેનનું નેટવર્ક વધવા જઇ રહ્યું છે. ભારતીય રેલ્વેએ હાઇ સ્પીડ બુલેટ ટ્રેનો માટે સાત નવા રૂટની ઓળખ કરી છે. આ માટે રેલ્વે અને નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઈ) જલ્દીથી જમીન સંપાદનનું કામ શરૂ કરશે.

  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી પ્રધાનોની બેઠકમાં જમીન સંપાદન કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ ટ્રેન હાઇસ્પીડ કોરિડોર પર 300 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકે છે. સેમી હાઈસ્પીડ કોરિડોર પર, ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

  • આ સંદર્ભે, રેલ્વે બોર્ડે NHAI ને પત્ર લખીને આ સાત હાઈસ્પીડ કોરિડોર વિશે વિસ્તૃત માહિતી આપી છે. અને તેનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. એનએચએઆઈને આ અંગે ઝડપી કામગીરી માટે નોડલ અધિકારીની નિમણૂક કરવા માટે પણ જણાવ્યું છે.

  • પ્રથમ બુલેટ ટ્રેન 2023 ડિસેમ્બરે દોડશે
  • ભારતની પહેલી બુલેટ ટ્રેન પર પૂરબહારમાં કામ ચાલી રહ્યું છે. અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડતી ટ્રેન ડિસેમ્બર 2023 માં શરૂ થવાની સંભાવના છે. જણાવી દઈએ કે બુલેટ ટ્રેન જાપાનની મદદથી ભારતમાં શરૂ થવા જઈ રહી છે.

  • દિલ્હીથી વારાણસી (નોઈડા, આગ્રા અને લખનઉ થઈને)
  • વારાણસીથી હાવડા (પટણા થઈને)
  • દિલ્હીથી અમદાવાદ (જયપુર અને ઉદેપુર થઈને)
  • દિલ્હીથી અમૃતસર (ચંડીગઢ, લુધિયાણા અને જલંધર થઈને)
  • મુંબઇથી નાગપુર (નાશિક થઈને)
  • મુંબઇથી હૈદરાબાદ (પુણે થઈને)
  • ચેન્નાઈ થી મૈસુર (બેંગ્લોર થઈને)

Post a Comment

0 Comments