કેરળ વિમાન દુર્ઘટના : 30 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું વિમાન જુવો તેની ખોફનાખ તસ્વીરો

  • કેરળમાં વિમાન દુર્ઘટનાથી તમામ દેશવાસીઓ હચમચી ઉઠ્યા છે. શુક્રવારે કેરળના કોઝિકોડમાં વંદે ભારત મિશન અંતર્ગત દુબઇથી 190 લોકોને લઈ જતા એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાન કોઝિકોડના કરીપુર એરપોર્ટ પર ઉતરતી વખતે ક્રેશ થયું હતું અને લપસ્યા પછી તે એરપોર્ટને અડીને ખીણમાં લગભગ 50 ફૂટ ઉડા ખાડામાં પડી ગયું હતું. અને તેના 2 ટુકડા થઈ ગયા હતા. આ ઘટનામાં વિમાનના પાઇલટ સહિત 20 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ઘણા મુસાફરો ઘાયલ થયા છે.
  • ઘટનાની તસવીરો પ્રકાશમાં આવતાં નજારો હેરાન કરી નાખે એવો હતો. વિમાનમાં 10 બાળકો અને ક્રૂના ચાર સભ્યો પણ હતા. દુબઈ જતા વિમાનમાં એવા 54 લોકો હતા જે દુબઈ ફરવા ગયા હતા અને કોરોના સંકરમણને કારણે ત્યાં ફસાયા હતા. 6 લોકો એવા હતા જે તબીબી કારણોસર અને ત્રણ લગ્ન માટે ભારત આવી રહ્યા હતા. વિમાનમાં 26 મુસાફરો હતા જેમણે તેમની નોકરી ગુમાવી હતી અને 28 લોકો એવા હતા જેના વિઝા સમાપ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. ચારે તરફ એમ્બ્યુલન્સના અવાજ અને બાળકોના અવાજ સંભળાયા હતા.
  • કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે, AAIBની બે ટીમો આ મામલે તપાસ કરશે જે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સિવાય, એર ઇન્ડિયા એક્સપ્રેસએ પોતાના તાજેતરના નિવેદનમાં જણાવ્યું છે કે, મુંબઇ અને દિલ્હીથી મુસાફરો અને તેમના પરિવારો માટે વિશેષ વિમાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો તપાસ વિભાગ વિમાન અકસ્માત તપાસ બ્યુરો (એએઆઈબી) આ અકસ્માતની તપાસ કરશે.
  • બચાવકર્તાઓએ લોકોને વિમાનમાથી બહાર કાઢ્યા હતા. આ સમયગાળા દરમિયાન, ચારથી પાંચ વર્ષના બાળકો બચાવ કાર્યકરોની ખોળામાં વળગી રહેલા જોવા મળ્યા હતા અને મુસાફરોનો તમામ સામાન અહીં વેરવિખેર થઈ ગયો હતો.
  • વિમાન અચાનક ખીણમાં પડી જતાં કોઝિકોડમાં ચીસો, લોહીથી લથબથ કપડાં, ગભરાયેલા રડતા બાળકો અને એમ્બ્યુલન્સના સાયરન્સના અવાજથી તે વિસ્તાર હચમચી ઉઠ્યો હતો.
  • વિમાન ઉતરતા સમયે ખીણમાં 35 ફૂટ નીચે પડી ગયું હતું અને બે ટુકડા થઈ ગયું હતું.
  • જોરદાર અવાજ સાંભળીને સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી ગયા હતા. એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે તે મોટો અવાજ સાંભળીને એરપોર્ટ તરફ દોડી ગયો. તેમણે કહ્યું, 'નાના બાળકો સીટો નીચે ફસાયા હતા અને તે ખૂબ જ દુખદ હતું. ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમાંથી ઘણાની હાલત ગંભીર હતી. તેણે કહ્યું, પગ તૂટી ગયા હતા ... મારા હાથ અને શર્ટ ઘાયલના લોહીથી લથબથ હતા.

Post a Comment

0 Comments