ગુજરાતનાં આ જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં જળબંબાકાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી

  • ગુજરાતમાં કેટલાક દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયથી વરસાદ વરસી રહ્યો હોવાથી પાક બગડી જવાની ભીતિથી ચિંતામાં મુકાયા છે. અને લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના મોટા ભાગના ડેમો અને જળાશયો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. એવામાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

  • હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજેસ્થાનમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય છે. એના સિવાય બીજી કોઈ સિસ્ટમ સક્રિય નથી. જેથી રાજેસ્થાન બોર્ડરને આસપાસના ગુજરાતનાં કચ્છ અને ઉતર ગુજરાતનાં જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

  • હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં ઉતર ગુજરાતમાં સાબરકાઠા, બનાસકાઠા, પાટણ સહિતના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દરિયો પણ તોફાની બન્યો હોવાથી માછીમારોને પણ દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 122 ટકાથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

Post a Comment

0 Comments