જાન્યુઆરી 2021 માં અનુષ્કા-વિરાટ માતા-પિતા બનશે, જુવો અનુષ્કાના બેબીબંપની તસ્વીરો

  • ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વિટર દ્વારા જણાવ્યું છે કે જાન્યુઆરી 2021 માં, તેના ઘરે એક નાનો મહેમાન આવશે. વિરાટની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે એક ફોટો શેર કરતાં લખ્યું છે કે, જાન્યુઆરી 2021 માં આવી રહ્યો છે. 'અને તે પછી, અમે ત્રણ! ' વિરાટ કોહલી હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં ભાગ લેવા સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માં છે, જ્યારે અનુષ્કા શર્મા મુંબઇ છે. ડિસેમ્બર 2017 માં વિરાટ અને અનુષ્કાના લગ્ન થયા હતા. વિરાટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો કેપ્ટન છે.
  • અનુષ્કા શર્માનો બેબી બમ્પ ફોટોમાં જોવા મળી રહ્યો છે જે વિરાટે આ ખુશખબર આપતા શેર કર્યો છે. અનુષ્કા શર્માએ પણ વિરાટની જેમ ટ્વિટ કરીને ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા છે. અનુષ્કા અને વિરાટે લાંબો સમય ડેટ કર્યા પછી 2017 માં લગ્ન કર્યા હતા. 2013 માં શેમ્પૂની જાહેરાત દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી.
  • એડ શૂટ પછી બંને ઘણી વાર સાથે જોવા મળ્યા હતા, બંનેએ મુશ્કેલ સમયમાં હંમેશા એકબીજાના હાથ પકડ્યા હતા. વિરાટે ખુદ ઘણી વાર કહ્યું છે કે અનુષ્કાએ તેને એક સારા વ્યક્તિ બનાવ્યો છે અને તે અનુષ્કાને પોતાની સફળતાનો શ્રેય આપવાનું ચૂકતો નથી.

Post a Comment

0 Comments