સચિનનો 100 સદીનો રેકોર્ડ તૂટી શકે છે પરંતુ ધોનીનો આ રેકોર્ડ ક્યારેય નહીં તૂટી શકે

  • ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરનું માનવું છે કે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો કેપ્ટન તરીકે ત્રણ આઈસીસી ટ્રોફી જીતવાનો રેકોર્ડ હંમેશા અકબંધ રહેશે. ભારતના સૌથી સફળ કેપ્ટન અને ભારતના મર્યાદિત ઓવર્સ ક્રિકેટ માથી ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
  • ગંભીરએ ક્રિકેટ કનેક્ટેડ ઇવેન્ટમાં કહ્યું હતું કે, 'જો તમે વાત કરો તો એક રેકોર્ડ વિશે વાત કરી શકો છો અને તે હંમેશા અકબંધ રહેશે એમએસ ધોનીની ત્રણ આઈસીસી ટ્રોફી.' ગંભીરે 2011 ના વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકા સામે 109 રનની ભાગીદારી કરીને ભારતને વર્લ્ડ કપ જિતાડયો હતો.
  • ગંભીરએ કહ્યું, 'મને નથી લાગતું કે કોઈ અન્ય કપ્તાન આ સિદ્ધિ હાંસલ કરી શકશે. મને લાગે છે કે તે ટી 20 વર્લ્ડ કપ હોય, કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી હોય કે 2011 વર્લ્ડ કપ. હું માનું છું, કે આ એવો રેકોર્ડ છે જે હંમેશા અકબંધ રહેશે.
  • 39 વર્ષીય ધોનીએ તેની કપ્તાની હેઠળ ભારતને ત્રણ આઈસીસી વર્લ્ડ કપ જીતાડયા છે. તેણે 2007 માં ઈન્ડિયા ટી 20 વર્લ્ડ કપ, 2011 માં વર્લ્ડ કપ અને 2013 માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી છે અને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ વખત ભારતને નંબર વન બનાવ્યું છે.
  • ગંભીરએ કહ્યું, 'મને લાગે છે કે 100 સદીઓનો રેકોર્ડ આખરે તૂટી જાય. રોહિત શર્મા કરતા વધુ બેવડી સદી ફટકારી શકે તેવું કોઈ આવી જાઈ , પરંતુ મને નથી લાગતું કે કોઈ ભારતીય કપ્તાન હશે કે જે આઈસીસીની ત્રણ ટ્રોફી જીતવાની સિધ્ધિ હાંસલ કરી શકશે. આ કારણોસર, એમએસનું નામ હંમેશા યાદ રહેશે.
  • ધોનીએ ભારત માટે 90 ટેસ્ટ મેચની 144 ઇનિંગમાં 38.09 ની સરેરાશથી 4876 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં તેના નામે છ સદી અને 33 અર્ધસદી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 224 છે. ધોનીએ ભારત માટે 350 વન ડેમાં 297 ઇનિંગ્સમાં, તેણે 50.57 ની સરેરાશથી 10773 રન બનાવ્યા છે. આમાં તેની નામે 10 સદી અને 73 અડધી સદી છે. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 183 રન છે. વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિનિશર ગણાતા ધોનીએ 98 ટી -20 મેચોમાં 37.60 ની સરેરાશથી 1617 રન બનાવ્યા છે. તેમાં તેના નામની બે અડધી સદી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 56 છે.

Post a Comment

0 Comments