UP : આરોપી ને પકડવા ગયેલી પોલીસ પર હુમલો DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

  • યુપીના કાનપુરમાં મોડી રાત્રે હિસ્ટ્રીશીટરને પકડવા ગયેલી પોલીસ ટીમ પર બદમાશોએ અંધાધુધ ફાયરિંગ કરી હતી. આમા સીઓ સહિત આઠ પોલીસ જવાન શહીદ થયા છે. જ્યારે ચાર પોલીસ જવાન ઘાયલ થયા છે. ઘટના કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બિકરૂ ગામની છે. અહીં પોલીસ બદમાશ વિકાસ દુબેને પકડવા ગઈ હતી.
  • ઉત્તર પ્રદેશના ડીજીપી એચસી અવસ્થીએ જણાવ્યું હતું કે વિકાસ દુબે સામે થોડા દિવસો પહેલા હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ વિકાસ દુબેની ધરપકડ કરવા ગઈ હતી. ગામની બહાર ફોર્સ પહોંચી તો ત્યાં આગળ જે.સી.બી. રાખવામા આવ્યું હતું. આને કારણે પોલીસ ફોર્સ ગામની અંદર જઇ શકી નહીં. કાર અંદર ન જતા પોલીસકર્મીઓ ગામની બહાર ઉતર્યા હતા. ત્યારબાદ પહેલાથી ઘાત લગાવી ને બેઠેલા બદમાશોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસ તરફથી કાઉન્ટર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. બદમાશો ઉંચાઇ પર હતા. આને કારણે પોલીસકર્મીઓ ને ગોળીઓ લાગી તેનાથી 8 પોલીસ જવાન શહીદ થઈ ગયા.
  • આઠ પોલીસકર્મીઓના શાહદતનો બદલો લેવા મધ્યરાત્રિથી ચૌબપુરમાં આવેલ વિકાસ દુબેના બકરુ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસને નજીકના ઘણા ગામોમાં ગોઠવી દેવામાં આવી છે. પોલીસે અંદાજ લગાવ્યો છે કે આરોપી બદમાશો આજુબાજુના ગામોમાં છુપાયેલા છે. કાનપુર શહેર ઉપરાંત નજીકના ઘણા જિલ્લાઓની પણ પૉલિસ ફોર્સ મંગાવવામાં આવી છે.
  • કાનપુરના ચૌબપુર ખાતે મૂઠભેડ ની ઘટના બન્યા બાદ કન્નૌજ પોલીસ હાઈએલર્ટ પર છે. જિલ્લાભરની પોલીસે જુદી જુદી જગ્યાએ ચેકીંગ શરૂ કર્યું છે. જીટી રોડથી આવતા અને બહાર જતા તમામ મુસાફરોની નજર રાખવામાં આવી રહી છે. પસાર થતી બધી ટ્રેનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
  • શહિદ પોલીસ જવાનો:
  • 1-દેવેન્દ્રકુમાર મિશ્રા, સીઓ બિલ્હોર
  • 2-મહેશ યાદવ, એસઓ શિવરાજપુર
  • 3-અનૂપ કુમાર, ચોકી ઇનચાર્જ
  • 4-નીબુલાલ, સબ ઇન્સપેક્ટર શિવરાજપુર
  • 5-સુલતાનસિંહ કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશન ચૌબપુર
  • 6-રાહુલ, કોન્સ્ટેબલ બિથુર
  • 7-જીતેન્દ્ર, કોન્સ્ટેબલ બિથુર
  • 8-બબલુ કોન્સ્ટેબલ બિથૂર


Post a Comment

0 Comments