રક્ષાબંધન પર સસ્તુ સોનું ખરીદવાની ઉતમ તક, મોદી સરકાર આપી રહી છે ભેટ

  • ઓગસ્ટ મહિનો શરૂ થયો છે. આ મહિનાના પ્રથમ સોમવારે 3 ઓગસ્ટ રક્ષાબંધનનો તહેવાર છે. રક્ષાબંધનના આ તહેવાર પર મોદી સરકાર એક વિશેષ યોજના હેઠળ સસ્તા સોનાની ખરીદી કરવાની તક આપી રહી છે. કહેવાનો અર્થ એ છે કે, તમે સસ્તા સોનાની ખરીદી કરીને તમારી બહેનને ભેટ આપી શકો છો ચાલો આ યોજના વિશે વિગતવાર સમજીએ ..
  • 3 ઓગસ્ટથી ફરી એકવાર સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના શરૂ થવા જઈ રહી છે. આ બોન્ડ સ્કીમ અંતર્ગત સોનાની કિંમત પ્રતિ ગ્રામ 5,334 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ઓનલાઇન ચુકવણી કરનારાઓને પ્રતિ ગ્રામ રૂ50 ની છૂટ આપવામાં આવશે, જેના કારણે સોનાના ભાવ પ્રતિ ગ્રામ રૂ.5284 થશે. આનો અર્થ એ કે જો તમારે 10 ગ્રામ સોનું ખરીદવું હોય તો તમારે 52 હજાર 840 રૂપિયા ચુકવવા પડશે.
  • જો બજારમાં દસ ગ્રામ સોનાના ભાવની વાત કરો તો તે 54 હજાર રૂપિયાથી વધુ છે. તમને જણાવી દઈએ કે મોદી સરકારની યોજના હેઠળ તમે બોન્ડ તરીકે સોનું ખરીદી શકો છો.
  • આ બોન્ડ ઓછામાં ઓછા માં ઓછા એક ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોગ્રામ સુધી ખરીદી શકાય છે. આમાં શુદ્ધતા અને સલામતીનું કોઈ ટેંન્સન રહેતું નથી. આ માટે તમે બેંક, પોસ્ટ ઑફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા, એનએસઈ અને બીએસઈમાં ડિજિટલ રીતે અરજી કરી શકો છો.
  • રિઝર્વ બેંક હેઠળ આવતા આ બોન્ડની મુદત આઠ વર્ષ છે. બોન્ડ પાંચ વર્ષ પછી વ્યાજની ચુકવણીની તારીખ પર બહાર નીકળવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. જો આપણે આ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો સરકાર તેનાથી સોનાની ફિજીકલ માંગને ઘટાડવા માંગે છે. હાલમાં તમે 7 ઓગસ્ટ સુધી મોદી સરકારની આ યોજનામાં જોડાઇ શકો છો. તમને જણાવી દઈએ કે સરકાર સપ્ટેમ્બર મહિનામાં ફરી એકવાર આ યોજના લાવવા જઈ રહી છે.

Post a Comment

0 Comments