રામ મંદિરના નકશામાં કરવામાં આવ્યો ફેરફાર જાણો શું શું ફેરફાર કરવામાં આવ્યા

  • અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે 5 ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિ પૂજન કરી શકે છે. અને રામ મંદિરના નકશામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રામ મંદિર બે નહીં પણ ત્રણ માળનું હશે, જેની લંબાઈ 268 ફૂટ અને પહોળાઈમાં 140 ફૂટ હશે.

  • રામ મંદિરનું મૂળ રૂપ લગભગ સમાન રહેશે. ગર્ભગૃહ અને સિંહદ્વાર ના નકશામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રામ મંદિરના અગ્રભાગ, સિંહદ્વાર, નૃત્ય મંડપ, રંગ મંડપ સિવાય લગભગ દરેકનો નકશો બદલાશે. મંદિરની ઉચાઈ અગાઉ 128 ફુટ હતી, જે હવે વધીને 161 ફૂટ કરવામાં આવી છે.

  • ત્રણ માળના (ફ્લોર) રામ મંદિરમાં 318 થાંભલા હશે. દરેક ફ્લોર પર 106 થાંભલા બનાવવામાં આવશે. આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરા રામ મંદિરનો નકશો નવી રીતે તૈયાર કરવામાં લાગ્યા છે. રામ મંદિરમાં પાંચ શિખર બનાવવામાં આવશે. 100 થી 120 એકર જમીન પર પાંચ શિખરવાળું મંદિર વિશ્વમાં ક્યાંય નથી.

  • એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર મુખ્ય મંદિર હશે. આ પછી, પહેલા માળે રામ દરબાર હશે. બીજા અને ત્રીજા માળે કંઈ નહીં હોય. ભક્તોની ભીડ અને મંદિરના લેઆઉટ અને ઉચાઈને સંચાલિત કરવા માટે આ બંને માળ બનાવવામાં આવશે.

Post a Comment

0 Comments