ઊંટણી ખેતરમાં ઘૂસતા તેનો પગ કાપી નખાયો રાજસ્થાનમાં કેરળ જેવી બર્બરતા સામે આવી

  • કેરળમાં ગર્ભવતી હથણી ને ફટાકડા થી ભરેલ અનાનસ ખવડાવી ને કરવામાં આવેલ બર્બરતાના મામલા ને હજુ થોડા દિવસો વિત્યા છે ત્યારે આવો જ એક બર્બરતા નો મામલો રાજસ્થાનમાં સામે આવ્યો છે. રાજસ્થાનના ચૂરું જિલ્લાના સાજનપર ગામમાં એક ઊંટણી ચરતા ચરતા એક ખેતરમાં ઘૂસી ગઈ હતી. તેથી ખેતર માલિક 3 લોકોએ ઊંટણી પર કૂહાડી લઈ ને હુમલો કર્યો હતો. હુમલામાં ઊંટણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અને તેનો ઍક પગ કપાઈ ને અલગ થઈ ગયો છે અને બીજા પગમાં ગંભીર ઈજાઓ થઈ છે.


  • ઊંટણી પર હુમલો થતાં ઊંટણી જોર જોરથી ભાભરવા લાગી હતી જેથી ગામ લોકો એ અવાજ સાંભડતા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઊંટણી ગંભીર હાલતમાં જોઈને ગામની ગૌશાળામાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અને ગામના ઓમપ્રકાશ સિંહે ઊંટણી પર હુમલો કરનાર ત્રણ લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઓમપ્રકાશ સિંહના જણાવ્યા અનુસાર તેવો ગામમાં તેમના પશુઓ ચરાવતા હતા ત્યારે ઊંટણીને દોડતા જોઈ હતી અને તેની પાછળ ત્રણ લોકો પીછો કરી રહ્યા હતા. ઓમપ્રકાશ સિંહ તે લોકોને રોકતા તેમણે તેને પણ જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. અને થોડે દૂર ઊંટણી ખેતરમાં ફસાય જતાં એ 3 લોકો એ તેના પર કુહાડીથી હુમલો કર્યો હતો.


  • ઊંટણીની સારવાર કરનાર ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઊંટણીને સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો છે. પરંતુ તેનો એક આગલો પગ સાવ અલગ થઈ ગયો હોવાથી તેને ફરીથી જોડી શકવો શક્ય નથી. અને ઊંટણીના બીજા પગમાં પણ ગંભીર ઇજાઓ પોહચી છે.


  • થોડા સમય પહેલા પણ આવો જ એક બર્બરતાપૂર્ણ ઘટના કેરણમાં સામે આવી હતી. કેરળમાં ગર્ભવતી હાથણી ખોરાકની શોધમાં એક ગામમાં પોહચી હતી. અને ગામના અમુક આવારા તત્વોએ તેને ફટાકડાથી ભરેલું અનાન્સ ખવડાવ્યું હતું. અને અનાન્સ ખાતાની સાથે જ ફટાકડામાં વિસ્ફોટ થતાં તેનું મો ગંભીર રીતે દાજી ગયું હતું તેથી હાથણી પાણીમાં ચાલી ગઈ હતી અને ત્યાં તેનું મોત થયું હતું.

Post a Comment

0 Comments