ભૂલમાં પણ ભાઈ ને આ પ્રકારની રાખડી ના બાંધવી જોઈએ આ પ્રકારની રાખડીને માનવામાં આવે છે અશુભ

  • રક્ષાબંધનનો તહેવાર 3 ઓગસ્ટે શ્રાવણની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે. બહેનો ભાઈની લાંબી આયુ માટે ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. જો કે, કેટલીક વાર અજાણતાં એવી રાખડી બાંધવામાં આવે છે જેને અશુભ માનવામાં આવે છે. તેથી, રાખીની પસંદગી ખૂબ કાળજીપૂર્વક કરવી જોઈએ.
  • આ સમયે બજારમાં અનેક પ્રકારની ડિઝાઇનની રાખડી મળે છે. ખાસ કરીને ચીનથી આવતી રાખડી સુંદર લાગે છે પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અનુસાર બનાવવામાં આવતી નથી. રક્ષાબંધન પર કેટલીક વિશેષ રાખડીઓ બાંધવાથી બચવું જોઈએ. જ્યોતિર્વિદ પ્રતીક ભટ્ટ પાસેથી જાણીએ કે રક્ષાબંધનના દિવસે કેવા પ્રકારની રાખડી ન બાંધવી જોઈએ.
  • જાણતા અજાણતાં, બજારમાંથી રાખડી લાવવામાં તૂટી જાય છે અને આપણે તેને પાછા જોડીને ઠીક કરી લઈએ છીએ. જો રાખડી તૂટેલી હોય તો તેનો ઉપયોગ ના કરવો જોઈએ .ચીનથી આવતી પ્લાસ્ટિકની રાખડીઓનો ઉપયોગ કરશો નહીં, કારણ કે પ્લાસ્ટિકને કેતુનો પદાર્થ માનવામાં આવે છે અને તે અપયસ ને વધારે છે. તો રક્ષાબંધનના દિવસે પ્લાસ્ટિકની રાખડીઓ બાંધવી ના જોઈએ.
  • ઘણા પ્રકારની ડિઝાઇનર રાખડી બજારમાં આવી રહી છે જે ભારતીય સંસ્કૃતિ અનુસાર યોગ્ય બનાવવામાં આવી નથી. તેથી તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. રાખડી એવી ના હોવી જોઈએ કે જેમાં ધારદાર અથવા કોઈપણ પ્રકારનું હથિયાર બનાવવામાં આવ્યું હોઈ. ઘણી રાખીઓમાં ભગવાનની તસવીરો બનાવવામાં આવે છે. આવી રાખીઓને શુભ માનવામાં આવે છે. બહેનોએ આવી રાખડી ખરીદવાનું ટાળવું જોઈએ.
  • બહેનોએ રેશમથી બનેલી અથવા સૂતર થી બનેલી રાખડીનો ઉપયોગ કરવો જોઈએ. આવી રાખડી બાંધવાથી ભાઈઓના યસમાં વૃદ્ધિ થાય છે. ભલે રાખડી કપાસ અથવા સૂતરનો દોરો જ હોય પરંતુ પ્લાસ્ટિકની બનેલી રાખડી બાંધવાથી બચવું જોઈએ. અમુક રાખડીઓમાં ઘણું બધુ વર્ક કરવામાં આવે છે. લોખંડના વર્કવાડી રાખડી ખરીદવાનું ટાળવું જોઈએ .

Post a Comment

0 Comments