આ છે કલેક્ટર આરતી ડોગરા તેને સાબિત કરી દીધું કે કદ નહીં સપના મોટા હોવા જોઈએ

  • કંઈપણ પ્રાપ્ત કરવા માટે સાચો જુસ્સો જરૂરી છે. હિંમત મોટી હોવી જોઈએ. જો કંઈક કરવાની હિંમત હોય તો, મનુષ્ય પોતે જ ખૂબ ઉચી ઉડાન ભરી શકે છે. આઇએએસ અધિકારી આરતી ડોગરા, જેની તસવીરો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, તે તેનું જીવંત ઉદાહરણ છે. આરતી ડોગરા રાજસ્થાન કેડરની આઈએએસ અધિકારી છે. તેઓ કોરોના કટોકટીમાં જે રીતે તેમના કાર્યમાં કાર્યરત છે, તે જોઈને બધે જ તેમના વખાણ કરવામાં આવી રહ્યા છે.
  • મૂળરૂપે, આરતી ડોગરા ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનની નિવાસી છે. આરતીના પિતા કર્નલ રાજેન્દ્ર ડોગરા ભારતીય સૈન્યમાં અધિકારી છે. અને તેની માતા કુમકુમ એક સરકારી શાળામાં મુખ્ય શિક્ષિકા છે. આરતી ડોગરાના જણાવ્યા અનુસાર, લોકો તેની ઉચાઇને કારણે તેની મજાક ઉડાવતા હતા. આવા મુશ્કેલ સમયમાં તેના પરિવારે હંમેશા તેમનો સાથ આપ્યો હતો. આરતી ડોગરા માત્ર શિક્ષણ જ નહીં, રમતગમતમાં પણ ઘણી સારી ખેલાડી રહી છે. તેઓ ધોડે સવારી પણ સારી રીતે કરી જાણે છે.
  • આરતી ડોગરા દિલ્હીની પ્રતિષ્ઠિત લેડી શ્રી રામ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા છે. આરતી પણ વિદ્યાર્થી રાજકારણનો ભાગ રહી છે. તેને વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં પણ જીત મળી ચૂકી છે. આરતી ડોગરાએ વહીવટી સેવાનો ભાગ બનવાનું કદી વિચાર્યું ન હતું. પછી તેને આઈએએસ અધિકારી પાસેથી પ્રેરણા મળી.તેમણે સિવિલ સર્વિસિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી.અને તેને આમાં સફળતા પણ મળી. વર્ષ 2006 માં, તેણે પોતાના પ્રથમ પ્રયાસમાં ઇન્ટરવ્યુમાં કોવોલિફાય થઈ સફળતા મેળવી. આરતી ડોગરા હાલ અજમેરની કલેક્ટર છે. આ પહેલા તે રાજસ્થાનના બિકાનેર અને બુંદી જિલ્લામાં કલેક્ટર તરીકે પણ રહી ચૂક્યા છે. તેમણે આ જિલ્લાઓમાં બંકો બિકાણો નામનું અભિયાન શરૂ કર્યું હતું.
  • લોકોને આ અભિયાન અંતર્ગત ખુલ્લામાં શૌચ ન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા હતા. આ અભિયાન અંતર્ગત ગામના ઘણા મકાનોમાં પાકું શૌચાલય બનાવવામાં આવ્યા હતા. આરતી ડોગરા જાતે આ અભિયાન પર નજર રાખી રહ્યા હતા. આ અભિયાનની વિશેષતા એ હતી કે આરતી ડોગરા સોફ્ટવેર દ્વારા તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. આ અભિયાન 195 પંચાયતોમાં સફળ રહ્યું હતું. આ માટે આરતી ડોગરાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે આઈએએસ અધિકારી તરીકે આરતી ડોગરાની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે તેની ઉચાઈ 3 ફૂટ 6 ઇંચ હતી અને આખા દેશમાં તેની ચર્ચા થઈ હતી. આઈએએસની જવાબદારી સંભાળ્યા પછી આરતી ડોગરાની કાર્યપ્રણાલી પદ્ધતિ ખૂબ સારી રહી છે. તેણે અનેક પ્રકારના કામ પણ કર્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામે પણ તેમની પ્રશંસા કરી ચૂક્યા છે.
  • આરતી ડોગરાને અત્યાર સુધીમાં અનેક રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા છે. આરતીએ સમાજમાં પરિવર્તન માટે ઘણાં મોડેલો પણ રજૂ કર્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ તેની પ્રશંસા કરી છે. આરતી ડોગરાએ બતાવ્યું છે કે તમે તમારી ઉચાઇ, તમારા રંગ અને તમારા દેખાવ દ્વારા નહીં, પરંતુ તમારી ક્ષમતા, તમારી પ્રામાણિકતા અને તમારા વિચારો દ્વારા ઓળખાવ છો.

Post a Comment

0 Comments