સુનિતા યાદવ નું વિવાદિત ફેસબૂક લાઈવ કહ્યું મારી સાથે થયું હોત નિર્ભયા જેવુ કાંડ


  • આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીના પુત્ર સાથે ના વિવાદ બાદ મહિલા કોન્સટેબલ ના જૂના વિડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે. જૂના વિડિયોમાં તેવો લોકડાઉન દરમ્યાન વેપારીઓને ઉઠક બેઠક કરાવતા જોવા મળી રહ્યા છે. અને તેમનો અને તેમના પિતાનો એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેમની કારમાં આગળ પૉલિસનું બોર્ડ લગાવેલું જોવા મળી રહ્યું છે. અને મંત્રીના પુત્રને MLA લખેલ બોર્ડ ઉતરવ્યું હતું. તેથી તેવો સોશિયલ મીડિયામાં પણ ટ્રોલ થઈ રહ્યા છે.


  • સોશિયલ મીડિયા ફેસબૂકમાં પણ તેવોએ લાઈવ કર્યું હતું અને ફેસબૂક લાઈવમાં તેમણે જણાવ્યુ હતું કે તે દિવસે મારી સાથે જો પોલીસ મિત્ર ના હોત તો મારી સાથે પણ નિર્ભયા કાંડ થયો હોત અને તેમણે પૉલિસમાથી રાજીનામું આપવાની વાત કરી હતી. અને કહ્યું હતું કે હું પોલીસ માથી રાજીનામું આપીને વધુમાં વધુ મહેનત કરી ને આઇપીએસ ઑફિસર બનવા માંગુ છું. ઉપરાત તેમણે વધુ માં કહ્યું કે હું જીવતી રહીશ તો.


  • સુરતથી MLA અને ગુજરાત ના આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સટેબલ સુનિતા યાદવ વચ્ચે રાત્રી કરફ્યું દરમિયાન રોકવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મહિલા કોન્સ્ટેબલ સાથે પ્રકાશ કાનાણીને વિવાદ થતા સમગ્ર મામલાના વિડિઑ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. ત્યાર બાદ આજે પ્રકાશ કાનાણી અને તેમના મિત્રો સામે કરફ્યુ ભંગનો ગુનો સુરત પૉલિસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે અને સાથે જ તેમની અટકાયત પણ કરવામાં આવી છે . ગુરુવારે મોડી સાંજે આ સમગ્ર મામલો બન્યો હતો. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો કોન્સ્ટેબલ સુનિતા યાદવ અને આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને પોતાના મિત્રોને છોડાવવા મામલે માથાકૂટ થઈ હતી. ત્યારે સુરત પૉલિસ દ્વારા પ્રકાશ સહિત તેના મિત્રો સામે પણ કરફ્યુ ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Post a Comment

0 Comments