પ્રિયંકા ચોપડા ઍક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થી કમાઈ છે આટલા કરોડ રૂપિયા


  • હોલીવુડ અભિનેતા ડ્વેન 'ધ રોક' જહોનસનએ ઈન્સ્ટાગ્રામની રિચ લિસ્ટમાં કાઇલી જેનરને પાછળ છોડી દીધી છે. આ યાદીમાં જ્હોનસન પ્રથમ સ્થાને છે, જ્યારે કાયલી બીજા સ્થાને છે. પરંતુ અમારી નજર અમારી દેશી ગર્લ પ્રિયંકા ચોપડા પર છે. પ્રિયંકા ચોપડા આ યાદીમાં 28 મા ક્રમે છે.


  • ઇન્સ્ટાગ્રામની રીચ લિસ્ટમાં સેલિબ્રિટીના સોશિયલ મીડિયા પોસ્ટની કિંમત  અને તેના ફોલોવરની સંખ્યા જણાવવામાં આવી છે. 54 મિલિયનથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે પ્રિયંકા ચોપડા આ યાદીમાં 28 મા ક્રમે છે


  • પ્રિયંકા ચોપડા તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી લગભગ 2.1 કરોડની કમાણી કરે છે. પ્રિયંકા તેના જીવન, પ્રોજેક્ટ્સ, સંબંધો અને સમાજ સેવા વિશે પોસ્ટ કરતી રહે છે. જે લોકો તેને ફોલો કરે છે તેમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, મિન્ડી કલિંગ, નિક જોનાસ અને ડ્વેન જહોનસન સાથે પાકિસ્તાની અભિનેતા અલી ઝફર અને અન્ય ઘણા સેલેબ્સનો સમાવેશ થાય છે.


  • પ્રિયંકાને દુનિયાભરમાંથી લોકોનો પ્રેમ મળતો રહે છે. તેમની સૂચિમાં વિવિધ ઉદ્યોગોની હસ્તીઓ તેમજ વિવિધ દેશોના પ્રશંસકોનો સમાવેશ થાય છે. પ્રિયંકા તેના અભિનય તેમજ સમાજ સેવા, મહિલા સશક્તિકરણ, પ્રોડકસન અને ખુશખુશાલ શૈલી માટે જાણીતી છે.

Post a Comment

0 Comments