ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ રેકોર્ડબ્રેક આજે આટલા કોરોના કેસ નોંધાયા

  • ગુજરાતમાં કોરોના વાઇરસ નો ફેલાવો સતત ને સતત વધતો જાય છે અને દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજ ના કેસ ની વાત કરવામાં આવે તો ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાક માં નોંધાયેલા કોરોના વાયરસ પોઝીટીવ કેસ ના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાક માં નોંધાયેલા કોરોના પોઝીટીવ કેસ ની જો વાત કરવામાં આવે તો રાજ્ય માં આજે 902 કેસ નો વધારો જોવા મળ્યો છે. જેમાં સુરતમાં સૌથી વધુ 287 કેસ, અમદાવાદમાં 164 કેસ,સાબરકાંઠામાં 7 કેસ, વડોદરામાં 74 કેસ, જામનગર 13 કેસ, સુરેન્દ્રનગરમાં 26 કેસ, જુનાગઢ 46 કેસ, આણંદ માં 9 કેસ, રાજકોટમાં 34 કેસ, ગાંધીનગરમાં 25 કેસ, ભરૂચમાં 15 કેસ, અમરેલી 29 કેસ, પાટણમાં 10 કેસ પોઝીટીવ નોંધાયા છે. જયારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ને લીધે 10 લોકોના મૃત્યુ થયા છે. અને 608 લોકો કોરોના થી નિરોગી થઇ ને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે.

  • ગુજરાતમાં અત્યાર સુધીના ટોટલ કોરોના કેસની વાત કરવામાં આવે તો 42808 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 2057 લોકોના કોરોના થી મૃત્યુ નિપજ્યા છે. અને 29806 લોકો કોરોના થી નિરોગી થઇ ને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. અને સમગ્ર દેશ ની વાત કરવામાં આવે તો ભારતમાં 878,000 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ત્યાર બાદ બીજા ક્રમે તામિલનાડુમાં અને ત્રીજા ક્રમે દિલ્હી અને છઠા ક્રમે ગુજરાત માં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

Post a Comment

0 Comments