હાર્દિક પટેલ ને ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટી જવાબદારી સોપવામાં આવી

  • કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલના નામના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પાટીદાર આંદોલન નેતા હાર્દિક પટેલને તાત્કાલિક અસરથી ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત રાજ્યમાં ત્રણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી છે, આણંદ માટે મહેન્દ્ર એચ.પરમાર, દેવભૂમિ દ્વારકા માટે યાસીન ગજ્જન અને સુરત માટે આનંદ ચૌધરી.
  • અમિત ચાવડા હાલમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ છે. ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસે હવે હાર્દિક પટેલ પર નવો દાવ ચાલ્યો છે. પાર્ટીએ હાર્દિક પટેલને વિશાળ જવાબદારી સોંપીને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. 
  • હાર્દિક પટેલનો જન્મ 20 જુલાઈ 1993 ના રોજ ગુજરાતી પટેલ પરિવારમાં થયો હતો. 31 ઑક્ટોબર, 2012 ના રોજ, હાર્દિક પટેલ પાટીદારોની યુવા સંગઠન સરદાર પટેલ ગ્રુપ (એસપીજી) માં જોડાયો, અને એક મહિના કરતા પણ ઓછા સમયમાં તેના વિરમગામ એકમના પ્રમુખ બન્યા.

Post a Comment

0 Comments