કાનપુરકાંડ ના માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેને ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી, 8 પોલીસકર્મીની હત્યાના આરોપી


  • મધ્યપ્રદેશ પોલીસે કાનપુર હત્યા કેસના રૂ .5 લાખના ઇનામી મુખ્ય આરોપી વિકાસ દુબેને ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરી છે. વિકાસ દુબે પર આઠ પોલીસકર્મીઓની હત્યા કરવાનો આરોપ છે. તેની ધરપકડ માટે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ હરિયાણા અને દિલ્હીમાં દરોડા પાડતી હતી. યુપી પોલીસે એન્કાઉન્ટરમાં વિકાસ દુબેના પાંચ સાથીઓને ઢેર કર્યા છે. તેમજ કેટલાક સાથીઓની ધરપકડ કરવામાં આવી છે.


  • મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ વિકાસ દુબેની ધરપકડની પુષ્ટિ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરના પૂજારીએ પોલીસને બોલાવી વિકાસ દુબે વિશે માહિતી આપી હતી. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.


  • ગુરુવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં વિકાસ દુબેના વધુ સાથી પ્રભાત મિશ્રા અને બૌઆ દુબેની હત્યા કરાઈ હતી. પોલીસે જણાવ્યું કે, કાનપુર પોલીસની ટીમ ફિરદાબાદમાં ધરપકડ કરાયેલા વિકાસ દુબેના સાથી પ્રભાત મિશ્રાને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કાનપુર લાવી રહી હતી, ત્યારે રસ્તામાં પ્રભાતે પોલીસ પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો, જ્યારે તેણે પોલીસ પર ગોળીબાર પણ કર્યો હતો. પોલીસે પણ ફાયરિંગ કરતાં પ્રભાતને ઈજા પહોંચી હતી, ત્યારે હોસ્પિટલના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તે જ સમયે, વિકાસ ના અન્ય સાથીદાર બૌઆ દુબે પણ ઇટાવામાં માર્યા ગયો. આ માહિતી ઇટાવા એસએસપી આકાશ તોમર દ્વારા આપવામાં આવી હતી.

Post a Comment

0 Comments