સુરતની ઘટનાબાદ કોન્સ્ટેબલ સુનિતા યાદવ ટ્વિટર માં ટ્રેન્ડિંગ 65000 થી વધુ ટ્વિટ કરવામાં આવી

  • સુરતથી MLA અને ગુજરાત ના આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સટેબલ સુનિતા યાદવ વચ્ચે રાત્રી કરફ્યું દરમિયાન રોકવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મહિલા કોન્સ્ટેબલ સાથે પ્રકાશ કાનાણીને વિવાદ થતા સમગ્ર મામલાના વિડિઑ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. ત્યાર બાદ આજે પ્રકાશ કાનાણી અને તેમના મિત્રો સામે કરફ્યુ ભંગનો ગુનો સુરત પૉલિસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે અને સાથે જ તેમની અટકાયત પણ કરવામાં આવી છે . ગુરુવારે મોડી સાંજે આ સમગ્ર મામલો બન્યો હતો. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો કોન્સ્ટેબલ સુનિતા યાદવ અને આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને પોતાના મિત્રોને છોડાવવા મામલે માથાકૂટ થઈ હતી. ત્યારે સુરત પૉલિસ દ્વારા પ્રકાશ સહિત તેના મિત્રો સામે પણ કરફ્યુ ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  • આ ઘટના બાદ ગત મોડી રાતે કોન્સ્ટેબલ સુનિતાએ પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. અને કોન્સ્ટેબલ સુનિતા યાદવ ની પોલીસ ના ઉચ્ચ અધિકારી સાથે ની વાતચીત પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે. ત્યારબાદ સુનિતા યાદવ ને સોશિયલ મીડિયામાં પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં તેમણે લેડી સિંઘમ તરીકે બિરદાવાઈ રહ્યા છે. આજે બોપર બાદ ટ્વિટરમાં પણ #i_support_sunita_yadav ટ્રેન્ડ કરી રહ્યું છે. અને તેમના સપોર્ટ માં ટ્વિટર પર 65 હજાર થી વધુ ટ્વીટ થઈ ચૂકી છે.
  • આ આખી ઘટના બાદ આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી અને તેમના પુત્ર દ્વારા પ્રેસ સાથે વાતચિત કરવામાં આવી હતી અને આરોગ્ય મંત્રી દ્વારા કહેવામા આવ્યું હતું કે મારો પુત્ર દવાખાનાના કામથી જઈ રહ્યો હતો. અને ઉગ્રતા બંને પક્ષ તરફથી થઈ છે. અને મારા પુત્ર પર જો ગુનો બનતો હોય તો તેના પર ચોકસ કાર્યવાહી કરવામાં આવે.

Post a Comment

0 Comments