ગોલ્ડ મેડલથી ભરેલું છે ઘર આજે 300 રૂપિયામાં દૈનિક મજૂરી કરી રહ્યો છે આ રેસર


  • લાંબી દોડનો બેતાબ બાદશાહ કોરોના સમયગાળા દરમિયાન એટલો લાચાર થયો કે ઘર ચલાવવા માટે 300 રૂપિયા દીહાડી મજૂરી કરવી પડી રહી છે. તે દેશમાં જ્યાં પણ ગયો, ત્યાથી તેને સુવર્ણ ચંદ્રક મેળવયો જેનાથી તેનું ઘર મેડલોથી ભરાયેલુ પડ્યું છે. પરંતુ હવે ઝારખંડનો આ રેસર હાથમાં પાવડો લઈને મજૂરી કરી રહ્યો છે.
  • જમશેદપુરમાં દૂરસ્થ આદિવાસી પ્રભુત્વ ધરાવતું ગામ, નાગદિહનો એક હોનહાર રેસર, જેના ઘરમાં ટ્રોફી જ ટ્રોફી છે, જેને આજે પેટનો ખાડો પૂર્વા દૈનિક વેતન મજૂર તરીકે કામ કરવાની ફરજ પડી રહી છે.
  • 10 હજાર મીટરના ટ્રેક એન્ડ ફિલ્ડ અને મેરેથોન નો બેતાબ બાદશાહ અર્જુન તુડુના ઘરે ટ્રોફી રાખવા માટે પણ કોઈ સ્થાન નથી. આજે તે દાણા દાણા માટે મોહતાજ થઈ ગયો છે, જેના કારણે તે અન્ય લોકો સાથે દૈનિક વેતન પર કામ કરી રહ્યો છે.
  • લોકો તાળીઓના ગડગડાટ વચ્ચે તેમને પ્રોત્સાહિત કરતા હતા, તે વ્યક્તિ આજે એટલો લાચાર છે કે તે પરિવારનો ખર્ચ ચલાવવા રોજ મજૂરી કરવા નીકળી પડે છે. તેમનું કહેવું છે કે લોકડાઉનને કારણે ક્યાંય મેરેથોન નથી થઈ રહી, ત્યારબાદ અમે ઈનામ ક્યાંથી જીતીશું અને તેથી કેવી રીતે ચાલશે અમારું કુટુંબ. 
  • રેસર અર્જુન તુડુની કહાની ખૂબ જ દુખદ છે. આ આદિવાસી યુવક સમગ્ર ભારતમાં મેરેથોનમાં અને 10,000 મીટરના ટ્રેક એન્ડ ફિલ્ડ ની દોડમાં ભાગ લેતો હતો અને જીતેલી ઇનામ રકમથી તેના પરિવારને ચલાવતો હતો. તે અને તેની પત્નીની ઇચ્છા છે કે જો તેમને નોકરી મળી હોત, તો તેઓએ આ રીતે તેમનો આત્મગૌરવ ગુમાવવો ન પડ્યો હોત.

  • વર્ષ 2010 થી આજ સુધી, જ્યાં પણ તે રેસમાં ગયો હતો. ત્યાં તેમણે ગોલ્ડ મેડલ જ જીત્યો છે. આજે કઈ ખાવાનું નથી, તેથી તે દૈનિક મજુરી કામ કરે છે અને ઘરે ચલાવે છે.

Post a Comment

0 Comments