14000 રૂપિયા પ્રતિ મહિના કમાનાર મહિલાના સ્વિસ ખાતામાથી મળ્યા અધધ 196 કરોડ રૂપિયા

  • રૂપિયા 1.7 લાખની માસિક આવક, એટલે કે લગભગ 14,000 રૂપિયા કમાણીનો દાવો કરવાવાળી વૃદ્ધ મહિલાના સ્વિસ બેન્ક ખાતામાં રૂ .196 કરોડનું કાળું નાણું મળી આવ્યું છે, આવકવેરા અપીલટ ટ્રિબ્યુનલ (આઇટીએટી) ની મુંબઇ શાખાના આદેશ બાદ હવે આરોપી મહિલાને ટેક્સની સાથે પેનલ્ટી પણ ભરવી પડશે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાએ એક અહેવાલમાં આ માહિતી આપી છે.

  • આઠ દાયકાની વય પસાર કરી ચૂકેલી રેણુ થરાનીનું એચએસબીસી જિનીવામાં ખાતું છે.સ્વિસ બેંકમાં થરાની ફેમિલી ટ્રસ્ટના નામ થી ખાતું છે. જે જુલાઈ 2004 માં તે કેમેન આઇલેન્ડ્સ સ્થિત જીડબ્લ્યુ ઈન્વેસ્ટમેન્ટના નામથી ખોલવામાં આવ્યું હતું. આ કંપનીએ વ્યવસ્થાપક ના રૂપમાં ફંડ આ ફેમિલી ટ્રસ્ટને ટ્રાન્સફર કરી આપ્યું હતું.

  • થરાનીએ 2005-06 માં ફાઇલ કરેલા આઇટી રિટર્નમાં આ માહિતી આપી નહોતી. આ કેસ 31 ઑક્ટોબર 2014 ના રોજ ફરીથી ખોલવામાં આવ્યો હતો. થરાનીએ એફિડેવિટ પણ આપી હતી જેમાં જણાવ્યું હતું કે એચએસબીસી જિનીવામાં તેમનું કોઈ બેંક ખાતું નથી અથવા તે જીડબ્લ્યુ ઈન્વેસ્ટમેન્ટ બેંકમાં ડિરેક્ટર અથવા શેરહોલ્ડર નથી. તેમણે પોતાને નોન રેસિડેન્ટ ગણાવી હતી અને દાવો કર્યો હતો કે જો રકમ હોય તો પણ તેના પર ટેક્સ લગાવી શકાય નહીં.

  • 2005-06ના આઇટી રીટર્નમાં થરાનીએ જણાવ્યું હતું કે તેની વાર્ષિક આવક માત્ર 1.7 લાખ રૂપિયા છે. તેણે તેમાં બેંગાલુરુનું સરનામું આપ્યું અને ભારતીય કરદાતાની સ્થિતિનું વર્ણન કર્યું. આઇટીએટી બેંચે જણાવ્યું હતું કે, એવું બને કે તેણી બિન-રહેણાંક દરજ્જાના પહેલા વર્ષમાં હતી, પરંતુ આટલા ટૂંકા સમયમાં 200 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા.

  • અગાઉ તેણે જાહેર કરેલી આવક અનુસાર, આ રકમ એકઠી કરવામાં 11,500 વર્ષનો સમય લાગશે. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે કરદાતા મધર ટેરેસા જેવી જાહેર હસ્તી નથી કે કોઈએ તેના વિશ્વાસ માટે આટલી મોટી રકમ દાનમાં આપી હોય શકે.

Post a Comment

0 Comments