ગોંડલ ની જય સરદાર સ્કૂલનું SSC બોર્ડ નું જળહળતું પરિણામ

  • 75 દિવસના લોકડાઉન બાદ આખરે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષ કરતા ઓછું છે. ગત વર્ષ કરતા 5 ટકા પરિણામ ઓછું જાહેર થયું છે. ગત વર્ષે ધોરણ 10નું 66.97 ટકા પરિણામ હતું. આ વર્ષના પરિણામાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. તો 174 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ છે. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ છે. અંદાજે 10.80 વિદ્યાર્થીઓ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી.
  • 9 જૂન 2020 નો દિવસ એટલે કે એસ.એસ.સી. 2020 ના રીઝલ્ટનો દિવસ. જય સરદાર સ્કૂલ - ગોંડલના બાળકો ખૂબ જ ખુશ હતા કે તેમને તેમની મહેનતનું પરિણામ અંતે મળી ગયું.
  • જય સરદાર સ્કૂલ - ગોંડલ કે જેમાં 17 વિદ્યાર્થીઓએ 90 ઉપર પી.આર. મેળવ્યા છે અને તેમની ઈચ્છા શક્તિ પ્રમાણે રિઝલ્ટ લાવી માતા-પિતા, શિક્ષકો અને સ્કૂલનું ગૌરવ વધારેલ છે.
  • જય સરદાર સ્કૂલના વિદ્યાર્થીઓ પરિણામના અંતે ખૂબ ખુશ હતા. તેનું એક ને માત્ર એક જ કારણ હતું કે સઘન મહેનત. વર્ષની શરૂઆતથી જ વિદ્યાર્થીઓની ઇચાશક્તિ દ્રઢ હતી કે અમારે આ પ્રમાણેનું રિઝલ્ટ લાવીને અમારી સ્કૂલ, માતા - પિતા અને કુટુંબનુ નામ ગુંજતું કરવું છે અને વર્ષના અંતે આ શક્ય બની શક્યું. આ પરિણામની પાછળ ન માત્ર શિક્ષકોની જ મહેનત હતી પરંતુ વિદ્યાર્થીઓ અને તેના માતા - પિતાનો પણ ખૂબ સહયોગ મળ્યો છે ત્યારે આ પ્રમાણેનું રિઝલ્ટ લાવી શક્યા છે.
  • વિદ્યાર્થીઓએ તેમનું ઉજ્જવળ રિઝલ્ટ લાવવા માટે ખૂબ સરસ મહેનત કરી શિક્ષક મિત્રોને પણ ખૂબ સહયોગ આપ્યો છે અને શિક્ષકોના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓ બોર્ડના પેપરની પેપરસ્ટાઈલ પ્રમાણે રાઉન્ડ ટેસ્ટ આપતા ગયા અને આપણે જોયું કે વર્ષના અંતે કેટલું સરસ રિઝલ્ટ આવ્યું
  • જય સરદાર સ્કૂલ - ગોંડલ એડમિશન પ્રકિયા શરૂ થઈ ચૂકી છે. કે.જી. થી ધોરણ 12 (કોમર્સ). એક વાર રૂબરૂ આવી મુલાકાત લો.
  • જય સરદાર સ્કૂલ - ગોંડલ એટલે એક એવી સ્કૂલ કે જેમાં એકપણ એક્ટિવિટી એવી નથી કે આ સ્કૂલમાં ન થતી હોય પછી એ રમત - ગમત ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્રે. હંમેશા જય સરદાર સ્કૂલના વિદ્યાર્થીઓ અવ્વલ નંબર પર રહયા છે. રમત - ગમત ક્ષેત્રમાં પણ વિદ્યાર્થીઓ રાજ્ય લેવલે રમી નેશનલ લેવલે સિલેક્ટ થયેલા છે. શાળામાં અદ્યતન સુવિધાવાળું જીમ, સ્વીમીંગ પુલ, વિશાળ રમત - ગમતનું મેદાન અને વિદ્યાર્થીઓને અનુકૂળ આવે એવા હવા ઉજાસવાળા કલાસરૂમ પણ છે.

Post a Comment

0 Comments