આ બારીમાંથી થાઈ છે ભગવાન શ્રી કૃષ્ણ ના સાક્ષાત દર્શન, અબ્દુલ કલામે પણ દર્શન કરી ચૂક્યા છે

  • ભારત રહસ્યોથી ભરેલું એક અતુલ્ય દેશ માનવામાં આવે છે, અહીંના લોકો પાસે વિશ્વાસ નામની એક અદ્ભુત શક્તિ હોય છે, જે તેમને બીજા થી અલગ બનાવે છે. આપણા દેશના દરેક ધાર્મિક સ્થળ સાથે એક રહસ્ય અને પૌરાણિક કથા જોડાયેલી હોઈ છે. આજે અમે તમને આવા એક મંદિરની જાણ અને તેની એક સચ્ચાઈ ની જાણ પણ કરાવિશું, જે માનવું તમારા માટે મુશ્કેલ બનશે. પરંતુ તમારા મનમાં વિશ્વાસની શક્તિ છે, તેથી આજે તમે ચોક્કસપણે આ વાત ઉપર વિશ્વાસ કરશો.
  • કર્ણાટકના ઉદૂપી ગામમાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણનું એક મંદિર છે, જે એક રહસ્ય બનેલ છે. લોકોની માન્યતા પ્રમાણે આ મંદિરમાં એક બારી એવી છે, જેનાથી જોડાયેલ પૌરાણિક કથા દરેકને ને વિચલિત કરે છે.માધવાચાર્યએ આ મંદિરની સ્થાપના જ્યારે કરી હતી, ત્યારે કનકદાસ નામનો શૂદ્ર તે મંદિરમાં દર્શન કરવા ગયો હતો, પરંતુ શૂદ્ર હોવાને કારણે તેને મંદિરમાં પ્રવેશ મળી શક્યો નહીં અને તેમની વાતને પણ માધવાચાર્ય સુધી પહોંચડવામાં આવી નહીં.
  • જ્યારે કનકદાસ મંદિર ના એક નાના કાણા માથી ભગવાન ના દર્શન કરવા લાગ્યા, ત્યારે તેની ભક્તિ થી પ્રસન્ન થઈ ને ભગવાન શ્રીકૃષ્ણએ તેમને શાક્ષાત દર્શન આપ્યા. જે જગ્યા માથી તે ભગવાનના દર્શન કરતા હતા ત્યાં, શ્રી કૃષ્ણએ એક સુંદર બારી બનાવી દીધી, જેમાં નવ છિદ્રો અને નવ ગ્રહોનો ઉલ્લેખ કરેલ છે.
  • દરેક વ્યક્તિ આ બારીમાથી ભગવાનના દર્શન કરવા માટે આવે છે, આ મંદિરનું મહત્વ વિશ્વભરમાં એટલું બધુ વધારે છે કે શ્રી અબ્દુલ કલામ જેવા મોટી મોટી હસ્તીઓ આ મંદિરમાં આવી ચૂક્યા છે. 

Post a Comment

0 Comments