રામ-સીતાએ અહીં રાજા દશરથનું પિંડદાન કર્યું હતું દેશ વિદેશ થી લાખો લોકો આવે છે અહી પિંડદાન કરવા

  • પિત્રુ કાર્યમાં, પરિવારના સભ્યોએ તેમના પિત્રુ નો આદર કરવો પડે છે . હિન્દુ ધર્મની માન્યતા મુજબ, પિતૃ કાર્ય પછી માણસ કોઈપણ પૂર્વજો અથવા કોઈપણ સ્વરૂપમાં , પૃથ્વી પર આવે છે, જેથી તેઓ શ્રદ્ધા અને તર્પણથી સંતુષ્ટ થઈ શકે.
  • હિન્દુ માન્યતાઓ અનુસાર, પિંડદાન પૂર્વજોના મોક્ષ માટેનો એક સરળ માર્ગ છે. ગંગાસાગર, હરિદ્વાર, કુરુક્ષેત્ર, ચિત્રકૂટ, પુષ્કર, વગેરે જેવા સ્થળોએ, લોકો પિંડનું દાન કરે છે, પરંતુ બિહારના ફાલ્ગુ કાંઠે આવેલા ગયાજીમાં પિંડાદાનનું વધારે મહત્વ બતાવ્યુ છે.
  • એવું કહેવામાં આવે છે કે રાજા દશરથની આત્માની શાંતિ માટે ભગવાન શ્રી રામ અને સીતાજીએ પણ ગયા જીમાં જ પિંડદાન કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે ગયા જી માં પરિવારના કોઈ પણ એક જ સભ્ય પિંડનું દાન કરી શકે છે. ગરુડ પુરાણ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે ગયાજી પાસે જવા માટે ઘરે થી નિકળતા રસ્તા માં આવતા દરેક પગલાં આપણા પૂર્વજોના સ્વર્ગ માટે સીળી બનાવવાનું કામ કરે છે.
  • ભગવાન શ્રી વિષ્ણ ના શહેર ગયાજી માં પિંડદાન આપવાથી પિતૃ ને મુક્તિ મેળે છે, અને તેઓ સ્વર્ગમાં જાય છે. એવું કહેવામાં આવે છે કે વિષ્ણુ પોતે ગયાજીમાં પિત્રુ દેવતા તરીકે હાજર છે, તેથી તેને પિત્રુ તીર્થ તરીકે પણ ઓળખાય છે.
  • ક્યાં છે ગયા જી ?
  • બિહારની રાજધાની પટના થી લગભગ 100 કિ.મી. ના અંતરે ગયા જી આવેલું છે. જ્યાં દર વર્ષે પિત્રુ કાર્યમાં 17 દિવસ સુધી મેળો ભરાય છે. ગયાજી માં પિંડ દાન કરવા માટે દેશ-વિદેશથી લાખો લોકો આવે છે. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર, આપણા પૂર્વજો ફાલ્ગુ નદીના કિનારે વિષ્ણુપદ મંદિર પાસે અને અક્ષયાવત નજીક પિંડદાન કરીને મુક્તિ મેળવે છે.

Post a Comment

0 Comments