ચીનમાં ફરી દેખાયો કોરોના વાઈરસ બેઇજિંગના અનેક વિસ્તારોને લોકડાઉન કરવામાં આવ્યા


  • ફરી એકવાર કોરોના વાયરસના ચેપની જાણ થતાં ચીનની રાજધાની બેઇજિંગના અનેક ભાગોને લોકડાઉન કરવામાં આવ્યા છે. ચીનમાં 10 નવા કેસ થયા છે, જેમાં બેઇજિંગમાં કોરોના વાયરસના ચેપના 2 વધુ કેસનો સમાવેશ છે. આ જોતા વહીવટીતંત્રે બેઇજિંગમાં પ્રથમથી ત્રીજા વર્ગની શાળાઓ ખોલવાની યોજના સ્થગિત કરી દીધી છે.
  • ગુરુવારે (11 જૂન) કોવિડ -19 નો પહેલો કિસ્સો 56 દિવસના અંતર પછી બેઇજિંગમાં પ્રકાશમાં આવ્યો હતો. શુક્રવારે (12 જૂન), વધુ બે લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ કરવામાં આવી હતી. બેઇજિંગના અધિકારીઓની ચિંતા વધી ગઈ છે, કારણ કે છેલ્લાં સ્થાનિક ચેપગ્રસ્ત દર્દીને 9 જૂને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ આ શહેર સામાન્ય જીવનમાં પાછું ફરી રહ્યું હતું.
  • ફંગતાઇ જિલ્લા ઉપાધ્યક્ષ ઝાંગ જીએ મીડિયાને જણાવ્યું કે બંને ચેપગ્રસ્ત દર્દી ચાઇના મીટ ફૂડ રિસર્ચ સેન્ટરના કર્મચારી છે. બેઇજિંગમાં સતત ત્રણ દિવસ બે કેસ સામે આવવાથી શહેરમાં ચિંતા ઉભી કરી છે કારણ કે સરકારે ગયા મહિને શહેરને અલગ રાખ્યું હતું. સરકારે સુનિશ્ચિત કર્યું હતું કે વિદેશમાં ફસાયેલા વિદેશી લોકોને લઈ જતા કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અથવા વિમાન બેઇજિંગમાં ન આવે. તમામ ફ્લાઇટ્સને અન્ય શહેરોમાં ફેરવવામાં આવી હતી અને તપાસ માટે 14 દિવસનું કોર્નટાઈન ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.
  • સત્તાવાર મીડિયાએ અહેવાલ આપ્યો છે કે બેઇજિંગમાં નવા કેસો આવ્યા પછી સ્કૂલના પ્રથમથી ત્રીજા વર્ગ શરૂ કરવાની યોજના મુલતવી રાખવામાં આવી છે. અહેવાલ છે કે સંક્રમિત બેમાંથી એક શુક્રવારે બેઇજિંગની બહાર પ્રવાસ કરી રહ્યો હતો, ત્યારબાદ અધિકારીઓ તેમની સાથે સંપર્કમાં આવેલા લોકોને શોધી રહ્યા છે.


Post a Comment

0 Comments