પત્નીના ગર્ભધારણ થતાંની સાથે જ આ વિસ્તારના પુરુષો કરી લે છે બીજા લગ્ન

  • વિશ્વના લોકો અને તેમના રિવાજો ખૂબ જ અનોખા છે. દરેક સંપ્રદાયના જુદા જુદા રિવાજો હોઈ છે. કેટલીક વાર તો આવા વિચિત્ર રિવાજો જાણીને આશ્ચર્યચકિત થઈ જાય. પરંતુ આ વિચિત્ર વસ્તુઓ તે લોકોને અલગ નથી લાગતી, કારણ કે તેમના માટે તો તે તેમની સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ લાગે છે.

  • આજે અમે તમને એક એવી જ વિચિત્ર પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં, જ્યારે વધૂ ગર્ભવતી હોય છે, ત્યારે તેની સંભાળ લેવાને બદલે પતિ બીજા લગ્ન કરે છે.પતિ પોતાની પત્નીના ગર્ભવતી હોવા ઉપર ખુશીની ઉજવણી કરે છે.

  • છોકરીને પણ જાણ હોઈ છે કે જે દિવસે તે ગર્ભવતી થાય તે દિવસ થી તેના પતિના બીજા લગ્ન થઈ જશે તે નક્કી જ હોઈ. આ અનોખો રિવાજ દેશના એક જગ્યાએ એકદમ લોકપ્રિય છે. આ પ્રકારની વિચિત્ર પ્રથા રાજસ્થાનના બાડમેર જિલ્લાના દેરાસર નામના ગામમાં થાય છે. અહીં પાણીની ઘણી અછત છે, ઘરની સ્ત્રીઓને ઉનાળો હોઈ અથવા તોફાની શિયાળો હોઈ પરંતુ તો પણ પાણીની શોધમાં દૂર સુધી રખડવું પડે છે.

  • મહિલાઓ માટે પાણી લાવવાની આ યાત્રા સરળ નથી. અહિયાં બાળપણથી જ છોકરીઓને દૂરથી પાણી ભરી લાવવા વિશે શીખવવામાં આવે છે, જેથી લગ્ન પછી બે થી ત્રણ ઘડા પાણીના લાવી શકે. આવી મુશ્કેલી સાથે ગર્ભાવતી સ્ત્રીઓ માટે પાણી લાવવું ખુબજ જોખમ વાળું હોઈ છે, આ કારણો થી આ ગામમાં છોકરીઓ ગર્ભવતી થાય કે તરત જ તેનો પતિ બીજા લગ્ન કરે છે અને તે નવી પત્ની આવીને પાણી લાવવાની જવાબદાર સાંભળી લે અને તેની પહેલી પત્નીની સંભાળ પણ રાખી શકે. આ મજબૂરી ને કારણે અહીંયા બીજા લગ્ન કરવામાં આવે છે.

Post a Comment

0 Comments