આ મંદિરમાં થયા હતા શિવ-પાર્વતી ના લગ્ન, આજે પણ પવિત્ર અગ્નિ સળગી રહી છે અહી

  • માતા પાર્વતીને ભગવાન શિવને મેળવવા માટે 107 વાર જન્મ લેવો પડ્યો, ત્યારબાદ તેણે શિવ ભગવાન સાથે લગ્ન કર્યા. આજે અમે તમને એવા મંદિર વિશે જણાવીશું જ્યાં શિવે મા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા.
  • પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ઉત્તરાખંડના ત્રિયુગિનારાયણ મંદિરમાં થયા હતા.આ મંદિર પવિત્ર અને પૌરાણિક છે. આ સ્થાન ઉપર જ ભગવાન શિવ અને માતા પાર્વતીનાં લગ્ન થયાં હતાં.
  • આ મંદિરની વિશેષતા એ છે કે અહીં સદીઓથી અગ્નિ સળગતી રહે છે, એવું કહેવામાં આવે છે કે આ અગ્નિને સાક્ષી ગણીને શિવ-પાર્વતીએ સાત ફેરા લીધા હતા. આ સ્થાનને શિવ પાર્વતીના શુભ લગ્ન સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરનું નામ ત્રિયુગી કેમ પડ્યું તેની પાછળ એક મહત્વનું કારણ છે. મંદિરમાં સળગતી અગ્નિ ઘણા યુગથી સળગતી રહી છે, કહેવા નું એટલુજ કે આ મંદિરમાં અગ્નિ ત્રણ યુગથી સળગી રહી છે.
  • જૂની વાર્તાઓ અનુસાર, એવું કહેવામાં આવે છે કે શિવ-પાર્વતીના લગ્નમાં વિષ્ણુજી માતા પાર્વતીના ભાઈ બની ને ઘણી ધાર્મિક વિધિઓનું પણ પાલન કર્યું હતું, જ્યારે બ્રહ્માજી લગ્નમાં પુજારીની ભૂમિકા ભજવી હતી.
  • મંદિરમાં ત્રણ કુંડ પણ બનાવવામાં આવ્યા છે. વિષ્ણુ કુંડ, બ્રહ્મા કુંડ અને રૂદ્ર કુંડ જ્યાં શિવ-પાર્વતી ના લગ્ન પહેલા દેવી-દેવતાઓ એ સ્નાન કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે આ ત્રણેય કુંડો નું નિર્માણ ભગવાન વિષ્ણુના નાક માંથી થયુ હતું.

Post a Comment

0 Comments