કેમ,ડેડબોડીનું પોસ્ટમોર્ટમ દિવસે જ કેમ કરવામાં આવે છે રાત્રે કેમ નહી? જાણો રહસ્ય

  • હંમેશાં આવા પ્રશ્નો મનમાં આવે છે, જેનો જવાબ મળવો થોડો મુશ્કેલ છે. અશક્ય પણ નથી. આવો જ એક સવાલ છે કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ દિવસ માજ કેમ કરવામાં આવે છે, રાત્રે કેમ નહીં? તો ચાલો અમે તમને જણાવી દઈએ કે આની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે, જેના વિશે તમે કદાચ જ ખબર હશે.
  • સૌથી પહેલા તો, તમારે એ જાણવું જોઈએ કે પોસ્ટમોર્ટમ શા માટે કરવામાં આવે છે. ખરેખર તો, પોસ્ટમોર્ટમ એક પ્રકારનું ઓપરેશન હોઈ છે, જેમાં મરેલા માણસના શરીરનું નિરીક્ષણ કરવામાં આવે છે. શરીર નું નિરીક્ષણ એટ્લા માટે કરવામાં આવે છે, જેથી વ્યક્તિના મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.
  • પોસ્ટમોર્ટમ માટે મરેલા માણસના સગા-સંબંધીઓની સંમતિ લેવી ખુબજ જરૂરી હોઈ છે. જો કે, કેટલાક કેસોમાં પોલીસ અધિકારીઓ પોસ્ટમોર્ટમની મંજૂરી પણ આપે છે, જેમ કે હત્યા.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વ્યક્તિના મૃત્યુ પછી 6 થી 10 કલાકની અંદરજ પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે, કારણ કે જો તેની તપાસ લાંબા સમય પછી થાય તો મૃત શરીરમાં કુદરતી ફેરફારો થાઈ છે , જેમ કે ખેંચાણ થાઈ છે.
  • મૃત શરીરના પોસ્ટમોર્ટમનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો હોઈ છે. આની પાછળનું કારણ એ છે કે રાત્રે ટ્યુબલાઇટ અથવા એલઇડીની કૃત્રિમ લાઈટમાં લાગેલ ભાગનો રંગ લાલની જગ્યાએ જાંબુડિયા રંગનો દેખાય છે અને ફોરેન્સિક વૈજ્ઞાનિક માં જાંબડીયા રંગના લાગેલ ભાગ વીશે કોઈ ઉલ્લેખ નથી.
  • રાત્રે પોસ્ટમોર્ટમ ન કરવા પાછળ એક ધાર્મિક કારણ પણ બતાવમાં આવ્યું છે. ઘણા ધર્મોમાં રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવતા ન હોવાથી, ઘણા લોકો રાત્રે મૃત શરીરનું પોસ્ટમોર્ટમ કરાવતા નથી.

Post a Comment

0 Comments